Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

હજુ ભારત પાસે વૈશ્વિક સતા બનવાનુ સામર્થ્ય છે : ચીનથી પણ આગળ નીકળી શકે : નોમ ચોમસ્કી

લોકતાંત્રિક મૂલ્યો પર વિશ્વાસ બનાવી રાખે તેવા નેતાની જરૂર :રસ્તો થોડો સંઘર્ષપૂર્ણ છે સદીના સૌથી મોટા ભાષા વિજ્ઞાની અને રાજનૈતિક દર્શનશાસ્ત્રીનું કથન

નોમ ચોમસ્કીને વિશ્વના સદીના સૌથી મોટા ભાષા વિજ્ઞાની અને રાજનૈતિક દર્શનશાસ્ત્રી માનવામા આવે છે. તેમના સંશોધન વિજ્ઞાનથી માંડીને ચિકિત્સા ક્ષેત્ર સુધી કામમાં આવે છે. પહેલા તે અમેરિકાના મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર હતા. ત્યાંથી રીટાયર થઈને તેમણે જુદા-જુદા વિષયો પર આખી દુનિયામા લેક્ચર આપવાના શરુ કર્યા. તેમના મત મુજબ ભારતમા એટલી તાકત છે કે, તે ચીનને પાછળ છોડી શકે છે. તેમણે આ વાત પોતાના અમુક તર્કો દ્વારા સમજાવી છે.

ચોમસ્કીના મત મુજબ વિશ્વના સૌથી જુના ફક્ત બે જ લોકતંત્ર છે બ્રિટન અને અમેરિકા. આ બંનેની વર્તમાન સ્થિતિ હાલ ખુબ જ ગંભીર છે. આ બંને દેશોમાં હાલ દિન-પ્રતિદિન સતાપલટો અને અન્ય અનેક પ્રકારના રાજકીય મુદાઓ ચાલી રહ્યા છે. સાથોસાથ આ દેશોમા 40 વર્ષથી ચાલી રહેલા નવ-ઉદારવાદી કાર્યક્રમ આજે લોકો પર ખુબ જ ભારે પડી રહ્યા છે. અહીં વધુમાં વધુ પૈસા એકઠા કરવાની જે નીતિ ચાલી છે તેના કારણે હાલ લોકતાંત્રિક પ્રણાલિમા નિરંતર નીચે જઈ રહી છે.જો તમે બધું જ શાસન લોકોના હાથમા છોડી દો તો પછી શું પરિણામ આવે?

આ વાતને જ આગળ વધારતા તેમણે જણાવ્યું કે, આજની યુવા પેઢી એ માનવ ઇતિહાસની અદ્વિતીય પેઢી છે. હાલ, આખુ વિશ્વ જે પ્રકારના સંકટોથી ઘેરાયેલુ છે તેને જોતા એવું લાગે છે કે, માનવ પ્રજાતિનો આ વર્ષો જૂનો ઇતિહાસ હવે માત્ર પન્નાઓ પર જ રહેશે. હાલની વર્તમાન પરિસ્થિતિ સંપૂર્ણ રીતે યુવા પેઢીની વિચારધારા પર આધારિત છે. જો યુવાપેઢી ઈચ્છે તો આ વર્ષો જુના માનવ પ્રજાતિના ઇતિહાસને નષ્ટ થતા બચાવી શકે. હાલ, અમેરિકા અને યુરોપ પ્રાકૃતિક સંસાધનોના વપરાશ પર ભારણ આપી રહી છે પરંતુ, તેટલુ પર્યાપ્ત નથી. જ્યા સુધી યુવાપેઢી પોતાના હાથમા જવાબદારી નહિ લે ત્યા સુધી કઈ નહિ થાય.

આ ચર્ચાના અંતે તેમણે ભારતમા કરેલી મુલાકાતોને તાજી કરતા કહ્યુ કે, હું જ્યારે પણ ભારતની મુલાકાતે આવ્યો છું મને કઈક અલગ અને સારો અનુભવ થયો છે. આ એક અદભુત દેશ છે. તેમણે જણાવ્યુ કે, અહીં તેમને ચરમ ભોગ વિલાસ અને ભયંકર ગરીબી બંને જોવા મળ્યું. તેમને જાણવા મળ્યું કે, અંગ્રેજોના આવ્યા પહેલા ભારત એ 18 મી સદીનો દેશ સૌથી શ્રીમંત દેશ હતો. તેમણે જણાવ્યુ કે, હજુ પણ ભારત પાસે વૈશ્વિક સતા બનવાનુ સામર્થ્ય છે બસ જરૂર છે તો એક લોકતાંત્રિક મૂલ્યો પર વિશ્વાસ બનાવી રાખે તેવા નેતાની. રસ્તો થોડો સંઘર્ષપૂર્ણ છે પરંતુ, ભારત પાસે એવી તાકાત છે કે,તે ચીનની આગળ નીકળી શકે છે.

(11:53 pm IST)