Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પાકિસ્તાન : ગ્વાદર શહેરમાં બ્લાસ્ટ : ૬ ચીની એન્જીનિયરોના મોત

આ હુમલો બલોચ ફાઇટર દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે

લાહોર તા. ૨૧ : પાકિસ્તાનમાં જોરદાર બ્લાસ્ટ થયો છે. ગ્વાદર સિટીમાં એક બ્લાસ્ટમાં ૬ ચીની એન્જીનિયરોના મોત થયા છે. શરૂઆતી જાણકારી અનુસાર આ હુમલો બલોચ ફાઇટર દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં એક બસમાં થયેલા વિસ્ફોટમાં ૯ ચીની એન્જીનિયરોના મોત થયા હતા. આ આતંકવાદી હુમલાથી ચીની નાગરિકો માં ડર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં CPEC પ્રોજેકટ પર પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચાઇનીઝ એન્જીનિયર એકે-૪૭ સાથે જોવા મળ્યા હતા.

પાકિસ્તાનમાં પોતાના નાગરિકોના મોતથી  ચીન-    ગભરાઇ ગયું હતું. તેની તપાસ માટે પોતાની એક ટીમ પણ હતી. તો બીજી તરફ પોતાના આકા ને ખુશ કરવા માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન એ તમામ ચીની નાગરિકોની સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો હતો, પરંતુ ચીન-પાક આર્થિક ગલિયારાના કામકાજમાં લાગેલા ચાઇનીઝ વર્કર્સનો ડર ખતમ થયો નથી. તેમણે પોતાની સુરક્ષા માટે ટૂલકિટ છોડીને એકે-૪૭ જેવા હથિયાર ઉઠાવ્યા તેમ છતાં પણ તે સુરક્ષિત રહી ન શકયા.

ગુરૂવારે પણ પાકિસ્તાનના સિંઘ પ્રાંતના બહાવન નગરમાં શિયા સમુદાયના જુલુસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ એટેકમાં ૫ લોકોના મોત થયા અને લગભગ ૪૦ લોકો ઇજાગ્રસ્ત થયા. હુમલા બાદ ઘટનાસ્થળ પર દોડધામ મચી ગઇ હતી. જેની આડમાં હુમલાવરો ત્યાંથી ફરાર થઇ ગયા. તેને અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી તાલિબાનીઓના કબજાની સાઇડ ઇફેકટ તરીકે જોવામાં આવે છે. પાકિસ્તાન ભલે જ એક ઇસ્લામિક દેશ છે. પરંતુ ત્યાં શિયા, અહમદી અને કાદિયાની મુસલમાન હંમેશાથી જ કટ્ટરપંથીઓના નિશાન પર રહ્યા છે. કટ્ટરપંથીઓના દબાણમાં પાકિસ્તાન સરકાર કાનૂન બનાવીને અહમદીઓને બિન મુસ્લિમ જાહેર કરી ચૂકયા છે. તો શિયા મુસલમાનો પર કટ્ટરપંથી અવારનવાર હુમલા કરતાં રહે છે. મોહરમની આસપાસ જયારે શિયા પોતાની માતમી જુલૂસ નિકાળે છે, ત્યાર કટ્ટરપંથી તેના પર એટેક કરવાનું ચૂકતા નથી.

(11:45 am IST)