Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્‍યોને દિલ્‍હીનું તેડું

મહારાષ્‍ટ્રમાં હલચલ વચ્‍ચે

નવી દિલ્‍હી, તા.૨૧: ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્‍યા છે. ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્‍યોને તાત્‍કાલિક ધોરણે દિલ્‍હીનું તેડું આવ્‍યું છે. આજ સાંજે અથવા આવતી કાલે સવારે દિલ્‍હી પહોંચવા આદેશ અપાયા. કોંગ્રેસ હાઈકમાન્‍ડના અચાનક આદેશના પગલે ધારાસભ્‍યોમાં આશ્‍ચર્ય સર્જાયું છે. બે દિવસ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્‍યો દિલ્‍હીમાં રહેશે. મહારાષ્‍ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્‍ચે એકાએક કોંગ્રેસના ધારાસભ્‍યોને દિલ્‍હીનું તેડું આવતા ધારાસભ્‍યોમાં પણ નવાઇ સર્જાઇ છે.

મહત્‍વનું છે કે, મહારાષ્‍ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્‍યો મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાત આવી ગયા છે.  મહારાષ્‍ટ્રમાં જોરદાર ઉથલપાથલ મચી ગઈ છે, એક તો પહેલા રાજ્‍યસભા અને તે બાદ MLC ચૂંટણીમાં સરકારને જોરદાર ઝટકો લાગ્‍યો અને ભારતીય જનતા પાર્ટી ઓછા ધારાસભ્‍યો છતાં જીતી ગઈ. જે બાદથી જ સરકાર પર સંકટ છે તે વાત વહેતી થઈ હતી ત્‍યાં મંગળવારે સમાચાર આવ્‍યા કે અનેક ધારાસભ્‍યો સાથે શિવસેનાના દિગ્‍ગજ નેતા એકનાથ શિંદે સુરત આવી ગયા છે.મહારાષ્‍ટ્રમાં ભારતીય જનતા પાર્ટી મોટી તૈયારી કરી રહી હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહારાષ્‍ટ્રના પૂર્વ CM અને હાલ રાજ્‍યના રાજકારણમાં સૌથી મોટા ‘ચાણકય' દેવેન્‍દ્ર ફડણવીસ દિલ્‍હી જવા માટે રવાના થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટી અવિશ્વાસ પ્રસ્‍તાવ સરકાર સામે લાવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે જો અવિશ્વાસ પ્રસ્‍તાવ આવશે તો અનેક ધારાસભ્‍યો શિવસેના, NCP અને કોંગ્રેસના ધારાસભ્‍યો તૂટશે.

મહારાષ્‍ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્‍યો મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાત આવી ગયા છે. તેની વચ્‍ચે શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્‍યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે નિવેદન આપતાં જણાવ્‍યું હતું કે, મહારાષ્‍ટ્રમાં કોઈ રાજકીય ભૂકંપ નથી આવ્‍યો. ઉલ્લેખનીય છે કે, મહારાષ્‍ટ્રના રાજકારણમાં એકા એક રાજકીય ભૂકંપ આવ્‍યો છે. શિવસેનાના સિનિયર નેતા અને મંત્રી એકનાથ શિંદે ઘણા ધારાસભ્‍યોને લઈને ગુજરાત આવી ગયા છે.

(3:38 pm IST)