Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ફકત અઢી ટકા ભૂતપૂર્વ સૈનિકોને જ મળે છે સરકારી નોકરી

રાજય અને કેન્‍દ્ર સરકારો તેમના અનામત કવોટામાં ભરતી કરવામાં નિષ્‍ફળ

નવી દિલ્‍હી, તા.૨૧: નોકરી માટે અરજી કરનાર ફકત ૨.૪ ટકા માજી સૈનિકોને જ કોઇ નોકરી મળી શકી છે કેમ કે રાજય અને કેન્‍દ્ર સરકારો અનામત કવોટામાં તેમની ભરતી કરવામાં અસમર્થ રહી છે. જાહેર ક્ષેત્રના એકમો, મંત્રાલયો, સૈનિક બોર્ડોના અધિકારીઓએ માજી સૈનિકોમાં કોશલ્‍યની કમી, સીલેકશન એકઝામમાં પુરતા માર્ક મેળવવામાં નિષ્‍ફળતા અને સેનામાંથી પ્રાપ્ત યોગ્‍યતાને માન્‍યતા ના મળવી વગેરેને માજી સૈનિકોની ભરતી બહુ ઓછી રહેવા માટે જવાબદાર ગણાવી છે. જેના લીધે તેમને ઓછા કૌશલ્‍યવાળી નોકરીઓ તરફ જવા મજબૂર કરે છે.

દેશભરમાં અગ્નિપથ યોજનાનો વિરોધ વધવાથી સરકારે છેલ્લા ૨ દિવસમાં લગભગ ૩૪૦૦ અગ્નિપથ કર્મચારીઓ માટે વિભીન્‍ન ક્ષેત્રોમાં નોકરીઓ માટે અનામતની જાહેરાત કરી છે, જે આ યોજના હેઠળ ૪ વર્ષની ભરતી પછી રીટાયર થશે.

માજી સૈનિકોના પુનર્વાસ માટે જવાબદાર મુખ્‍ય સંસ્‍થા પુનર્વાસ મહાનિર્દેશકના આંકડાઓ દર્શાવે છે કે રાજય, કેન્‍દ્રિય અને જાહેરક્ષેત્રના એકમો, જેમાં સંરક્ષણ ક્ષેત્રના જાહેર ઉપક્રમો અને કેન્‍દ્રિય સશસ્‍ત્ર પોલીસ દળ (સીએપીએફ) સામેલ છે, ભૂતપૂર્વ સૈનિકો માટે અનામત જગ્‍યાઓ પર ભરતી કરવામાં નિષ્‍ફળ રહ્યા છે. એક જોગવાઇ અનુસાર, વર્ગ સીમાં કેન્‍દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અને વર્ગ ડીમાં ૨૦ ટકા જગ્‍યાઓ પર ભરતી કરવામાં નિષ્‍ફળ રહ્યા છે. એક જોગવાઇ અનુસાર, વર્ગ સીમાં કેન્‍દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અને વર્ગ-ડીમાં ૨૦ ટકા જગ્‍યાઓ માજી સૈનિકો માટે અનામત રાખવામાં આવે છે. જાહેર ક્ષેત્રની બેંકો, કેન્‍દ્રિય જાહેર એકમો અને સીએપીએફ માટે અનામત ક્રમશઃ ૧૪.૫ અને ૨૪.૫ ટકા છે.

પણ ગયા વર્ષના જૂન સુધીમાં માજી સૈનિકોને વર્ગ સીમાં ફકત ૧.૧૫ ટકા અને ૧૭૦ સીપીએસયુમાંથી ૯૪માં વર્ગ ડીમાં ફકત ૦.૩ ટકા નોકરી મળી હતી.

જો કેન્‍દ્રિય મંત્રાલયો તરફ નજર કરીએ તો તસ્‍વીર વધુ નિરાશાજનક છે. ૩૨ કેન્‍દ્રિય મંત્રાલયો વચ્‍ચે ભૂતપૂર્વ સૈનિકો માટે અનામત ૨૨૧૬૮ જગ્‍યાઓમાંથી ફકત ૧.૬૦ ટકા જગ્‍યાઓ જ ભરાઇ છે દાખલા તરીકે ભારતીય રેલ્‍વે જ વિશ્‍વમાં સૌથી મોટી નોકરીદાતા છે તેણે સશસ્‍ત્ર દળોના રીટાયર કર્મચારીઓ માટે અનામત ૧૧.૫ લાખ જગ્‍યાઓમાંથી ફકત ૧૬૨૬૪ જગ્‍યાઓ જ ભરી છે જે લગભગ ૧.૪ ટકા થાય છે.

(10:49 am IST)