Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

કાશ્મીરના કુપવાડામાં કોઈ જાનહાનિ થઈ નથી કેટલાકને ઈજાઓ થઈ છે: પાકિસ્તાન બાંગ્લાદેશમાં પણ આંચકાઓ આવ્યા

ઉત્તર કાશ્મીરના કુપવાડાના કર્નાહમાં કોઈ જાનહાનિ થઈ નથી.  મીડિયામાં ફરતા અહેવાલો ખોટા છે તેમ જાણીતા પત્રકાર આદિત્ય રાજ કૌલે ટ્વિટર ઉપર જણાવ્યું છે. દરમિયાન કુપવાડામાં ત્રણને ગંભીર ઇજાઓ થયાના સુરેશ ડુગરે અહેવાલ આપ્યા છે.


એક અહેવાલ મુજબ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને અન્ય કેટલાક પડોશી દેશોમાં જોરદાર નં ભૂકંપના આંચકા પછી જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં ટેલિકોમ્યુનિકેશન સંદેશ વ્યવહારમાં ભંગાણ પડ્યું છે, ખોરવાઈ ગયો છે. પાકિસ્તાનમાં કેટલાક મકાનોમાં તિરાડ પડી છે.

(11:46 pm IST)