Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મોટિવેશનલ સ્‍પીકર ગૌર ગોપાલ દાસે આપી ૧૦ શીખઃ જે તમારૂ જીવન બદલી નાખશે

૧. કાર કેટલી સારી છે તેના કરતાં કારમાં તમારી સાથે કોણ બેઠેલું છે, તે વધુ મહત્‍વનું છે. કાર ગમે તેટલી મોંઘી હોય અને તેમાં ખોટો માણસ બેઠો હોય તો, સફર નકામો બની જાય છે, પરંતુ જો યોગ્‍ય વ્‍યક્‍તિ સાથે હોય તો ઓટો રિક્ષામાં પણ ૪ લોકો આનંદ સફરની મજા માણી લેતુ હોય છે.

૨. આપણે આપણી યાત્રાને હંમેશા યાદ રાખવાની છે, અને મુસાફરીને ભૂલી જવી જોઈએ. તેમણે કહ્યું કે, મંઝિલ કરતાં પ્રવાસ વધુ સુંદર છે. તેમણે કહ્યું કે, આજના યુગમાં મંઝિલ તરફ ધ્‍યાન આપતી વખતે આપણે પ્રવાસને ભૂલી જઈએ છીએ. અને પ્રવાસ પર ધ્‍યાન આપતા નથી.

૩. ઘર આપણા માટે મહત્‍વનું નથી, તેની અંદરના સંબંધો મહત્‍વપૂર્ણ છે. ઘર ઈંટો, સ્‍ટીલનું બને છે, પરંતુ સાચુ ઘર સંબંધોથી બને છે. જોકે, ઘર બનાવતી વખતે આપણે આ બાબતોને ભૂલી જઈએ છીએ. અને આપણે ઘડિયાળ પહેરીએ પણ સમયનો ઉપયોગ કરવાનું ભૂલી જઈએ છીએ.

૪. લોકોને બોલવાની સ્‍વતંત્રતા છે, પરંતુ તે જ બોલવુ જોઈએ, જે તમે જીવી રહ્યાં છો, તમે ખુશ છો એ બતાવવું બહુ મોંઘું છે. પ્રામાણિકતાનું જીવન દેખાવ કરતાં વધુ સારુ છે.

૫. દરેક વ્‍યક્‍તિના જીવનમાં સારો સમય આવે છે, પરંતુ સારો સમય આ રીતે પસાર થાય છે અને ખરાબ સમય રહી જતો હોય છે.

૬. એવી કોઈ વ્‍યક્‍તિ નથી જે પ્રગતિ કરવા માંગતી નહી હોય. દરેકને ૧૮મા માળે ચઢવુ હોય છે. દરેક વ્‍યક્‍તિના હૃદયમાં આ ઈચ્‍છાઓ હોય છે. એવું કોણ છે, જેને આકાશમાં ઉડવુ નઈ હોય? દરેકને પ્રગતિ કરવી છે. ઉપર ઉઠવું જોઈએ જોકે, તેના માટે જુસ્‍સો હોવો જરુરી છે. જ્‍યારે જુસ્‍સો ન હોય તો કોઈ ઉપર ઊઠી શકતું નથી. આના માટે દિવસ-રાત મહેનત કરવી પડે છે.

૭. વધારે ઉપર જવામાં મેન્‍ટલ પ્રેશર પણ હોય છે, અને તેના કારણે ઊંઘ નથી આવતી. ઈચ્‍છાઓ ના બોજ માં શું કરી રહ્યાં છો. એટલુ તો જીવવાનું પણ નથી જેટલો તુ મરી રહ્યો હોય છે.

૮. અમારી પાસે સંતુલિત સંસ્‍કળતિ છે, આપણે કોઈ એક્‍સટ્રીમિજ્‍મ પર જવા માંગતા નથી. સફળતા માટે શાંતિની જરૂર હોય છે, પરંતુ સફળતામાં શાંતિ મેળવવી પણ ખૂબ જ જરૂરી છે. આ બંનેનું સંતુલન જીવન કહેવાય છે. બંને સાથે ચાલે તેને જ જીવન કહેવાય છે.

૯. શું આપણને ટેન્‍શન નથી? સાધુઓને પણ તાવ આવતો હોય છે, આ બધી શરીરની સમસ્‍યાઓ છે. જે કપડાં પહેરીને જતી નથી. અરે, આપણે પણ માણસો છીએ, કોઈ ભગવાન નથી. તણાવ દરેકને થાય છે, જેમણે આધ્‍યાત્‍મિકતામાંથી કંઈક શીખ્‍યા છે, તેઓ જાણે છે કે, તેને કેવી રીતે હેન્‍ડલ કરવું.

૧૦. ફોન આપણા જીવન જીવવા માટે એટલો જરુરી નથી, જોકે, ફોન પર કેવી વાતો થઈ રહી છે તે વધારે મહત્‍વનું છે. ઘડિયાળથી પણ કોઈ ફરક પડતો નથી, ઘડિયાળનો સમય અને સમયનો ઉપયોગ સૌથી વધારે મહત્‍વનો છે

(11:59 am IST)