Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

નવાઇ પમાડે તેવી ઘટના

ઉપરાષ્ટ્રપતિના ચપ્પલ કોઇ ચોરી ગયું!

નવી દિલ્હી તા. ૨૦ : ચપ્પલ ચોરાઈ જવા એ આમ તો ઘણી સામાન્ય બાબત છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિના પણ ચપ્પલ ચોરાય તે થોડી નવાઈ પમાડે તેવી ઘટના છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ભાજપના સાસંદ પી.સી.મોહનના ઘરે શુક્રવારના રોજ ગયા હતા, ત્યારે તેમના ચપ્પલ ચોરી થઈ ગયા. સાંસદના ઘરમાં જતા પહેલા નાયડુએ ચપ્પલ બહાર નીકાળ્યા અને ઘરમાં ગયા, પરંતુ જયારે પાછા ફર્યા ત્યારે તેમને કયાંય ચપ્પલ દેખાયા નહીં. ત્યાં હાજર સ્ટાફ અને સુરક્ષાકર્મી તેમના ચપ્પલ શોધવામાં લાગી ગયા, પરંતુ કોઈને ચપ્પલ મળ્યા નહીં. આખરે નજીકના એક શોરૂમમાંથી નવા ચપ્પલ ખરીદીને લાવવામાં આવ્યા. આ પહેલા ડિસેમ્બરમાં રાજયસભામાં સંબોધન દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ હતું કે, તે કઈ રીતે વજન ઘટાડવાની એક જાહેરાતથી છેતરાઈ ગયા હતા. તેમણે જણાવ્યુ હતું કે, ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી મેં વજન ઘટાડવાનું વિચાર્યુ હતું. મેં આવી એક કંપનીની જાહેરાત જોઈ, જેમાં એક દવાની મદદથી ઓછા સમયમાં વજન ઘટાડવાનો દાવો કરવામાં આવ્યો હતો. કંપનીએ દવાની કિંમત ૧૦૦૦ રૂપિયા કહી હતી જે મેં આપી. પેમેન્ટ કર્યા પછી કંપનીએ દવાની ડિલીવરી જ ન કરી.(૨૧.૨૩)

(3:54 pm IST)