Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રેપ બાદ આઇ લવ યુ કોણ કહે છેઃ સુપ્રિમ કોર્ટ

પીપલી લાઇવના મહમુદ ફારૂકીને સુપ્રિમ કોર્ટ તરફથી પણ રાહતઃ સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટના ફેંસલાને વખાણ્યોઃ કોર્ટ કહે છે કે એવા અનેક ઉદાહરણ છે જયારે મહિલા દ્વારા એક કમજોર નો મતલબ યસ પણ હોય શકે છે

નવી દિલ્હી તા.ર૦ : પીપલી લાઇવના સહનિર્દેશક મહમુદ ફારૂકીને રેપના મામલામાં સુપ્રિમ કોર્ટ તરફથી પણ રાહત મળી ગઇ છે. સુપ્રિમ કોર્ટે સંબંધ દરમિયાન કોઇ કપલ વચ્ચે રેપના આરોપોથી સંબંધિત મામલામાં ફેંસલો આપવાને ઘણો કઠીન ગણતા હાઇકોર્ટના ફેંસલાના વખાણ કર્યા છે. સુપ્રિમ કોર્ટે ફારૂકીને છોડી મુકીને હાઇકોર્ટના ફેંસલાને યથાવત રાખ્યો છે. કોર્ટે કહ્યુ છે કે આ મામલામાં બળપ્રયોગનો કોઇ પુરાવો નથી મળ્યો. કોર્ટે યુવતીના ઇ-મેઇલનો હવાલો આપતા પીડીત પક્ષના વકીલને એ પણ પુછયુ છે કે તમે એવા કેટલા મામલા જોયા છે જયારે ઘટના બાદ પીડીત આઇ લવ યુ બોલે.

 

ફારૂકી પર રેપનો આરોપ મુકનારી મહિલાએ હાઇકોર્ટના ફેંસલા વિરૂધ્ધ સુપ્રિમમાં અપીલ કરી હતી. ગઇકાલે પ્રથમ સુનાવણીમાં હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી હતી. બેન્ચે કહ્યુ છે કે આ મામલામાં ફેંસલો સારી રીતે આપવામાં આવ્યો છે અને તેમા હસ્તક્ષેપની કોઇ જરૂરીયાત નથી.

કોર્ટે મહિલા તરફથી મોકલાયેલા ઇ-મેઇલનો હવાલો આપ્યો જેમાં તેણે ઘટના બાદ પણ તેના વચ્ચે પ્રેમ જતાવ્યો હતો. ફારૂકીના મામલામાં કોર્ટનો ફેંસલો મી-ર-મી કેમ્પેઇનના આલોકમાં પણ મહત્વનો છે જે કોઇપણ સંબંધોમાં ના નો મતલબ ના ની વકાલત કરે છે અર્થાત તરફેણ કરે છે. ફારૂકીના મામલામાં હાઇકોર્ટના ફેંસલાને યથાવત રાખતા સુપ્રિમ કોર્ટે એક એવી જમીન તૈયાર કરી છે જયાં સંબંધોમાં કમજોર ના નો મતલબ ના નથી હોતો.

આ ફેંસલાની અસર હવે એ બાબત ઉપર પડશે કે અદાલતો સંબંધોમાં સહમતી કે બીનમૌખિક પ્રતિરોધને કઇ રીતે લ્યે છે. સુપ્રિમ કોર્ટના એડવોકેટ વૃંદા ગ્રોવર અને અનીદીતા પુજારીએ આરોપ મુકનાર મહિલાનો પક્ષ રાખ્યો હતો. તેમણે તર્ક આપ્યો હતો કે પહેલા બે વખત બનાવવામાં આવેલા સંબંધોને કોઇ મહિલાની સહમતની આધાર માની ન શકાય. તેમણે કહ્યુ હતુ કે, બંને સંબંધોમાં નહોતા પરંતુ પરિચિત હતા.

કોર્ટે મહિલા પક્ષના વકીલોને કહ્યુ હતુ કે, બંનેની વાતચીત અને ઇ-મેઇલથી જણાય છે કે બંને જણા સારા મિત્રો હતા. હાઇકોર્ટે ફારૂકીના મામલામાં ફેંસલો આપતા કહ્યુ હતુ કે દર વખતે ના નો મતલબ નો નથી હોતો. કોર્ટે કહ્યુ હતુ કે એવા અનેક ઉદાહરણ છે કે જયારે મહિલા દ્વારા એક કમજોર નો મતલબ યસ પણ હોઇ શકે છે. કોર્ટે આ મામલામાં ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે, એ વાત હજુ પણ સંદેહના દાયરામાં છે કે મહિલા દ્વારા બતાવવામાં આવેલ ઘટના બની હતી કે નહી ? જો ઘટના બની હોત તો પણ એ બાબતે સંદેહ છે કે આવુ મહિલાની મરજી વગર થયુ હતુ.

(10:08 am IST)