Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પાકિસ્તાનનો સરહદ પર અવિરત ગોળીબાર : સ્થિતી ખુબ વિસ્ફોટક

પાકિસ્તાનના ગોળીબારમાં બે જવાન અને બે નાગરિકોના મોત : જમ્મુ કાશ્મીરના ચાર જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પાસે નાગરિકો વિસ્તારો અને સરહદી ચોકીઓ પર ભીષણ ગોળીબાર કરાયો

જમ્મુ,તા.૨૦ : પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ભારતીય ચોકીઓ પર ગોળીબાર કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. જમ્મુ કાશ્મીરના ચાર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા નજીકના નાગરિક વિસ્તારો અને સરહદી ચોકીઓ પર પાકિસ્તાને યુદ્ધવિરામનો ંગ કરીને ભીષણ ગોળીબાર કર્યો છે. જેમાં બે સુરક્ષા જવાનો શહીદ થયા છે અને બે નાગરિકોના પણ મોત થયા છે. પાકિસ્તાનના અવિરત ગોળીબારના કારણે સરહદ પર વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. પાકિસ્તાનના ગોળીબારમાં અન્ય ૩૫ લોકો ઘાયલ થયા છે. લોકોમાં વ્યાપક દહેશત પણ ફેલાઇ ગઇ છે. ભારતીય જવાનો જોરદાર જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ અંકુશ રેખા નજીક સુન્દરબની સેક્ટર (રાજોરી જિલ્લા)માં કોઇ પણ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ પણ અઇસરકારક જવાબ આપ્યો હતો. પાકિસ્તાની જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદના ૫૦ કિલોમીટરના વિસ્તારોમાં સરહદી ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. ૫૦તી વધારે ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો.  થોડાક દિવસ પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ગોળીબાર બાદ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનના ચાર જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હેવાલ મુજબ પાકિસ્તાને અરનિયા સેક્ટરમાં પણ ગોળીબાર કર્યો હતો. આના કારણે કેટલાક ગામોને નુકસાન થયુ છે.   ભારતીય સેનાએ ઉત્તરાયણ બાદ અંકુશરેખા પર મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું જેના ભાગરુપે સાત પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. અન્ય ચાર જવાનો ઘાયલ પણ થયા હતા. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશરેખા ઉપર પાકિસ્તાની ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કોટલી સેક્ટરમાં અંકુશ રેખા પર તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા.પાકિસ્તાને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર યુદ્ધવિરામ ભંગના ૭૨૦ વખત પ્રયાસો કર્યા હતા જે છેલ્લા સાત વર્ષની અંદર સૌથી વધારે છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય પાસે રહેલા આકંડા મુજબ પાકિસ્તાની સેનાએ વર્ષ ૨૦૧૬માં ૪૪૯ વખતની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય સરહદ-અંકુશરેખા ઉપર યુદ્ધ વિરામ ભંગના ૪૨૪ વખત પ્રયાસો કર્યા હતા.ગયા વર્ષે ઓક્ટોબર સુધી સરહદપારથી કરાયેલા ગોળીબારમાં ૧૨ નાગરિકો, ૧૭ સુરક્ષા જવાનો શહીદ થયા હતા.બીએસએફના મહાનિર્દેશક કેકે શર્માએ કબુલાત કરી છે કે અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિતી વિસ્ફોટક બનેલી છે. અત્રે નોંધનીય છે કે ગઇકાલે આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને ભીષણ ગોળીબાર કર્યો હતો.  ગઇકાલે અરણિયા, રામગઢ સેક્ટરમૌં ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ સતત ચોથા દિવસે ગોળીબાર કર્યો હતો. ગુરૂવારના દિવસે પણ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને  ભીષણ ગોળીબાર કર્યો હતો.  પાકિસ્તાનના અવિરત ગોળીબારના કારણે સરહદ પર વિસ્ફોટક સ્થિતી સર્જાઇ ગઇ છે.બુધવારે મોડી રાત્રે પાકિસ્તાને એકાએક ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાને  કરેલા ગોળીબારમાં છ જવાનો શહીદ થયા છે અને ૫૦થી વધારે નાગરિકો ઘાયલ થયા છે.

(11:56 am IST)