Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ફિરોઝાબાદમાં ભાજપના નેતાની હત્યા મામલે ત્રણની આરોપીની ધરપકડ : અન્ય એક આરોપીની શોધખોળ

બને વચ્ચે ઝઘડો તાહ્યાનું અને ગત અદાવતમાં ખૂની ખેલ થયાની આશંકા

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ભાજપના નેતા ડી.કે.ગુપ્તાની હત્યાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ એકબીજાના સંબંધીઓ છે. આ હત્યામાં સંડોવાયેલો અન્ય એક આરોપી હજી ફરાર છે.પોલીસ દ્વારા હત્યાના કારણો અંગે હજુ સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ સૂત્રો કહે છે કે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. એડીજી આગ્રા અજય આનંદે જણાવ્યું હતું કે પકડાયેલા મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ તેના નિવાસ સ્થાને મોકલી દેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના ભાજપી નેતા ડી કે ગુપ્તાની ધોળે દિવસે નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ગુપ્તા ફિરોઝાબાદ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ હતા. આ ઘટનાની વિગત એવી છે કે ગુપ્તાને થોડા બાઇક સવારોએ એક સ્થળે ઘેરી લીધા હતા અને ગુપ્તા મરણ પામ્યા ત્યાં સુધી એમના પર સતત ગોળીબાર કરતા રહ્યા હતા.

આગ્રા પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ અજય આનંદે કહ્યું હતું કે ત્રણ હત્યારાની ધરપકડ કરી લેવામાં આવી હતી. નાસતા ફરતા બીજા આરોપીઓની તપાસ ચાલુ હતી. ગુપ્તાએ ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. હત્યા કયા કારણે કરવામાં આવી એની તપાસ પણ થઇ રહી હતી.

(12:10 pm IST)