Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

વડાપ્રધાન મોદી ફરી વખત પધારશે રાજકોટ : આગામી 28મીએ રેસકોર્ષમાં જનસભા સંબોધશે

આયોજનની સત્તાવાર જાહેરાત બાકી : શહેર સંગઠનમાં અનેરો ઉત્સાહ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાન મોદીએ કમાન સંભાળી છે, છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીય નેતાઓએ રાજ્યને ઘમરોળી રહ્યાં છે, પીએમ મોદીએ પણ આજે સૌરાષ્ટ્રમાં અનેક જનસભા યોજી હતી   દરમિયાન વડાપ્રધાન મોદી ફરી વખત રાજકોટ આવે તેવી શકયતા છે ચૂંટણીના માહોલમાં પીએમ મોદી રાજકોટમાં જનસભા સંબોધે તેવી ચર્ચા વચ્ચે પીએમ મોદીની રેસકોર્સ મેદાનમાં સભા યોજાય તેમ જાણવા મળે છે

 

(8:31 pm IST)