Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

પીએમ મોદીએ ટ્વીટર પર ભૂતકાળમાં કરેલા વિકાસકાર્યોની યાદો તાજી કરાવતા ફોટો શેર કર્યા

 .આ ફોટો તેમના ‘મોદી આર્કાઈવ' નામના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરાયા જેમાં તેમણે વર્ષ 2010ના સોમનાથના ફોટો શેર કર્યા : 2007માં તેમણે સંસ્કૃત યુનિવર્સિટીનું લોકાર્પણ: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન : ખેડૂતો માટે કૃષિ મેળો પણ યોજ્યો : 2003માં તેમણે અમરેલીમાં કિસાન સંમેલન યોજ્યો હતો 

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે તેમણે ટ્વીટર પર ભૂતકાળમાં કરેલા વિકાસકાર્યોની યાદો તાજી કરાવતા ફોટો શેર કર્યા છે.આ ફોટો તેમના ‘મોદી આર્કાઈવ' નામના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરાયા છે. જેમાં તેમણે વર્ષ 2010ના સોમનાથના ફોટો શેર કર્યા છે. આ ફોટો એ સમયના છે જ્યારે સોમનાથમાં સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે સંસ્કૃત મહાકુંભનું આયોજન કરાયું હતું. આ પહેલા વર્ષ 2007માં તેમણે સંસ્કૃત યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. તે ત્યારબાદ વર્ષ 2009માં જ્યારે તેઓ સીએમ હતા ત્યારે તેમણે અમરેલીમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ખેડૂતો માટે કૃષિ મેળો પણ યોજ્યો હતો. આ પહેલા વર્ષ 2003માં તેમણે અમરેલીમાં કિસાન સંમેલન યોજ્યું હતું.  તેના પણ ફોટો ટ્વીટર પર શેર કરવામાં આવ્યા છે.

(7:14 pm IST)