Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

અનંતનાગમાં લશ્કરનો હાઇબ્રિડ આતંકી સજ્જાદ તાંત્રે ઠાર :પ્રવાસી મજૂરો પર ગોળી ચલાવી હતી

બિજબેહરાના ચેક ડૂડૂ વિસ્તારમાં તપાસ અભિયાન દરમિયાન ઠેકાણાની ઓળખ માટે લઇ જવા પર હાઇબ્રિડ આતંકવાદી માર્યો ગયો

જમું કાશ્મીરના અનંતનાગના બિજબેહરા વિસ્તારમાં સુરક્ષા દળોના તપાસ અભિયાન દરમિયાન લશ્કર-એ-તૈયબાનો એક હાઇબ્રિડ આતંકવાદી ઠાર મરાયો છે. સજ્જાદ તાંત્રેના રૂપમાં ઓળખાયેલા હાઇબ્રિડ આતંકવાદીને કેટલાક દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને તે વિસ્તારમાં પ્રવાસી મજૂરો પર હુમલામાં સામેલ હતો. સજ્જાદ તાંત્રે પહેલા લશ્કર સાથે જોડાયેલો હતો અને કેટલાક મહિના પહેલા પીએસએ કસ્ટડીમાંથી છુટ્યો હતો.

જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યુ કે બિજબેહરાના ચેક ડૂડૂ વિસ્તારમાં તપાસ અભિયાન દરમિયાન ઠેકાણાની ઓળખ માટે લઇ જવા પર હાઇબ્રિડ આતંકવાદી માર્યો ગયો છે. સજ્જાદ તે સમયે માર્યો ગયો જ્યારે વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યુ હતુ જે તેને લાગી હતી. પોલીસે કહ્યુ કે જ્યારે તપાસ દળ શંકાસ્પદ ઠેકાણા તરફ પહોચ્યુ તો આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, જે કુલગામના લશ્કરના હાઇબ્રિડ આતંકવાદી સજ્જાદ તાંત્રેના એક આરોપીને લાગી હતી

જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યુ કે આરોપીની કેટલાક દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તે અનંતનાગના રખ-મૂમિમ, બિજબેહરામાં 13 નવેમ્બરે બે પ્રવાસી મજૂરો પર થયેલા હુમલામાં સામેલ હતો, જેમાં બે મજૂર ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં છોટા પ્રસાદ નામના એક મજૂરનું 18 નવેમ્બરે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતુ.

પોલીસના જણાવ્યા અનુસાર, તેના ખુલાસા પર, ગુનામાં વપરાયેલ હથિયાર (પિસ્તોલ) અને આતંકવાદી ઘટનામાં વપરાયેલ વાહન પણ મળી આવ્યું છે. આ મોડ્યુલના વધુ આતંકવાદી સહયોગીઓને પકડવા માટે તપાસ પૂરજોશમાં ચાલી રહી હતી અને ચેક ડુડુમાં આવા જ એક ઓપરેશન દરમિયાન સર્ચ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે એક ગોળી લશ્કરના આરોપી હાઇબ્રિડ આતંકવાદી સજ્જાદ તંત્રેને વાગી હતી. તેને SDH બિજબેહરામાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો

(5:16 pm IST)