Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

સ્વર્ગસ્થ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના ટીકાકારોએ પણ તેમના દ્રઢનિશ્ચયી વ્યક્તિત્વનું બહુમાન કરે છે, જે દર્શાવે છે કે ઇન્દિરા ગાંધી કોણ હતા અને તેમણે કેવા કાર્યો કર્યા હતાઃ સોનિયા ગાંધી

 ઈન્દિરા સર્વસમાવેશક દેશભક્તિ, બિનસાંપ્રદાયિકતા, અદમ્ય હિંમત અને મનોબળ, ગરીબો માટે સહાનુભૂતિ અને લોકો સાથે સહજ સંબંધ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હતાઃ સોનિયા ગાંધી

 નવી દિલ્હી: કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના ટીકાકારોએ પણ તેમના દ્રઢનિશ્ચયી વ્યક્તિત્વનું બહુમાન કરે છે, જે દર્શાવે છે કે ઇન્દિરા ગાંધી કોણ હતા અને તેમણે કેવા કાર્યો કર્યા હતા. ઈન્દિરા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં શાંતિ પુરસ્કાર સમારોહમાં સોનિયા ગાંધી બોલી રહ્યાં હતા.

ઇન્દિરા ગાંધી શાંતિ એવોર્ડ શિક્ષણની ગુણવત્તા સુધારો કરવામાં યોગદાન આપનારા NGO પ્રથમને એનાયત થયો હતો.

સોનિયાના જણાવ્યા અનુસાર ઈન્દિરા સર્વસમાવેશક દેશભક્તિ, બિનસાંપ્રદાયિકતા, અદમ્ય હિંમત અને મનોબળ, ગરીબો માટે સહાનુભૂતિ અને લોકો સાથે સહજ સંબંધ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હતા. ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખે તમામ ક્ષેત્રોમાં અને ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા માટે નિરંતર સમર્થન, સામાજિક મુક્તિ અને સશક્તિકરણના સાધન તરીકે શિક્ષણ માટેની દ્રઢ માન્યતા, પર્યાવરણીય સંરક્ષણ અને જૈવવિવિધતાના સંરક્ષણમાં પ્રતિબદ્ધતા માટે ઇન્દિરા ગાંધીની પ્રશંસા કરી હતી. ઇન્દિરા ગાંધીએ ઝડપી આર્થિક વૃદ્ધિ સાથે આ તમામ હાંસલ કર્યું હતું.

નહેરુ-ગાંધી પરિવાર અને વંશવાદીની રાજનીતિનીની સત્તાધારી પાર્ટી ભાજપ ટીકા કરી રહ્યો છે ત્યારે સોનિયાએ ઇન્દિરા ગાંધીની આ પ્રશંસા કરી છે. શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટેનું ઈન્દિરા ગાંધી પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે જેમના કાર્યમાં ઈન્દિરાના આદર્શો અને હેતુઓ હોય છે.

(12:56 pm IST)