Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

નેપાળમાં પુરથી ભારે નુકસાન : ભૂસ્ખલનથી ૨૧નાં મોત : ૨૪ લાપતા

કાઠમંડુ,તા. ૨૦:  નેપાળમાં પુર અને ભુસ્ખલનની ઘટનાઓમાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થયા છે. ૨૪ લોકો ગુમ થયા છે. નેપાળ ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશના ૧૯ જિલ્લા પુર અને ભૂસ્ખલનથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. તેમણે જણાવ્યું કે પુરના ચાલતા પ્રવાસ વીજળીનો સપ્લાય અને કૃષિ ઉપજી લરણીમાં દ્યણી અસર પહોંચી છે.

નેપાળમાં મંગળવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના ઝટકા સિંધુ પાલચૌક જિલ્લામાં અનુભવાયા હતા. જો કે આનાથી કોઈ પણ મોટું નુકશાન થયાના સમાચાર નથી આવ્યા.

નેપાળમાં સતત વરસાદને કારણે સમસ્યા ઉભી થઈ છે. ડોમેસ્ટિક ફ્લાઈટ ખરાબ વાતાવરણને કારણે ઉડાન ભરી શકતી નથી. એરપોર્ટ ઓફિસ અનુસાર મંગળવાકે સવાકે લુકલામાંથી ઉડાન ભરનારી મોટાભાગની ઉડાનોને રદ્દ કરી દીધી છે. વિરાટનગર અને જનકપુર એરપોર્ટ તમામ ખુલ્લા છે. ઝાપાના ભાદ્રપર એરપોર્ટ અને પોખરા એરપોર્ટ્સ પર તમામ ઉડાનો શરુ થઈ છે.

મંગળવારે સ્થાનિક એરલાઇન્સ તારા એરએ બોલીવુડ કલાકારોની ટીમને મનાંગથી લઈ જવા માટે ૬ ઉડાનો નિર્ધારિત કરી હતી.ઙ્ગ જો કે મંગળવારે કોઈ ફ્લાઈટ ઉડાન ન ભરી શકી. આ કારણે ફિલ્મ ઉંચાઈની શૂટિંગ કરવા ગયેલા બોલીવુડના કલાકારો શૂટિંગ વાળા લોકેશન પર ન પહોંચી શકયા.

(12:40 pm IST)