Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, ટીવી સ્ટેશનો, રેડિયો સ્ટેશનો સહિત આતંકવાદીઓના નિશાન ઉપર જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ કેન્દ્રો : તમામ જગ્યાએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ

(સુરેશ એસ દુગ્ગર) સત્ત્।ાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ રાજયભરમાં દહેશત અને આતંક ફેલાવવાનો ઇરાદો ધરાવે છે, ખાસ કરીને જમ્મુ વિભાગના તે વિસ્તારોમાં કે જેને અત્યાર સુધી સલામત માનવામાં આવ્યા છે અને આ કારણોસર તેમની સુરક્ષા વ્યવસ્થા પર અત્યાર સુધીમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી.

તેથી જ જમ્મુ-કાશ્મીરમાં આ સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા માટે મલ્ટી લેવલ સુરક્ષા સિસ્ટમ્સ અપનાવવામાં આવી છે. જે હવે આતંકવાદીઓના મુખ્ય નિશાન બની રહ્યા છે.ઙ્ગ જોકે સુરક્ષા કેમ્પો પહેલાથી જ આતંકીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા, હવે રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, ટીવી સ્ટેશનો, રેડિયો સ્ટેશન અને અન્ય સંવેદનશીલ સંસ્થાઓ માટે એક નવો ખતરો ઉભો થયો છે.

(5:39 pm IST)