Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

પાવરપ્લેમાં રન રમખાણ સર્જાયું : હૈદરાબાદે125 રન ઝૂડ્યા : ચોગ્ગાનોવરસાદ વરસાવ્યો: હેડે માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારી

સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ તોફાની રહી હતી. તેણે માત્ર 5 ઓવરમાં 100થી વધુ રન બનાવ્યા

2024માં આજે દિલ્હી કેપિટલ્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. બંને ટીમો વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં છે.

આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સીઝનની મેચ નંબર-35 માં દિલ્હી કેપિટલ્સ (DC) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે કોઇપણ નુકશાન વિના 100થી વધુ રન બનાવ્યા છે.

   ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા ક્રિઝ પર છે. સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ તોફાની રહી હતી. તેણે માત્ર 5 ઓવરમાં 100થી વધુ રન બનાવ્યા. આઈપીએલના ઈતિહાસમાં ઓવરોની દ્રષ્ટિએ ટીમની આ સૌથી ઝડપી સદી હતી. આ દરમિયાન ટ્રેવિસ હેડે માત્ર 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં છે. દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી સાતમાંથી ત્રણ મેચ જીતી છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે છમાંથી ચાર મેચ જીતી હતી.


5 ઓવર્સ- SRH vs DC, દિલ્હી, 2024
6 ઓવર્સ- CSK vs PBKS, મુંબઈ, 2014
6 ઓવર્સ- KKR vs RCB, બેંગલુરુ, 2017
6.5 ઓવર- CSK vs MI, મુંબઈ, 2015
7 ઓવર્સ- SRH vs MI, હૈદરાબાદ, 2024
આ મેચ માટે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ-11માં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ઈજાના કારણે ઈશાંત શર્મા આ મેચ રમી શક્યો ન હતો, તેથી દિલ્હી કેપિટલ્સે ઝડપી બોલર એનરિક નોર્સિયાને તેમના પ્લેઈંગ-11માં સામેલ કર્યો હતો. સુમિત કુમારની જગ્યાએ ઓલરાઉન્ડર લલિત યાદવ પણ આ મેચ રમવા આવ્યો હતો. ડેવિડ વોર્નર પણ ઈજામાંથી સ્વસ્થ થઈને આ મેચ માટે ટીમમાં પરત ફર્યો છે.

   
(8:32 pm IST)