Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

પ્રેમીને પડતો મૂકયો ! બ્રેકઅપ બાદ બોયફ્રેન્‍ડની સાવકી માં બની તેની ગર્લફ્રેન્‍ડ : બન્‍યું અજીબ

લંડન, તા.૨૦: પ્રેમની કોઈ મર્યાદા નથી હોતી અને તેને સાબિત કરતી ઘણી ખબરો આપણે સાંભળીએ છીએ. ફિલ્‍મી દુનિયાથી લઈને રિયલ લાઈફ સુધી ઘણા લોકો એવા છે જેમણે કોઈ પણ ઉંમરમાં પોતાના ડ્રીમ પાર્ટનર સાથે લગ્ન કર્યા હોય. પરંતુ જ્‍યારે રિલેશન તૂટે છે ત્‍યારે ખૂબ જ વધારે આઘાત લાગે છે.

એક યુવતીની સાથે પણ આવું જ થયું અને તેણે બદલો લેવાનો નિર્ણય કરી લીધો. પરંતુ તેનો બદલો ખૂબ જ ચોંકાવનારો હતો. પોતાના બોયફ્રેન્‍ડ પાસે બદલો લેવા માટે તેણે ચોંકાવનારું પગલુ ભર્યું. તેણે પોતાના બોયફ્રેન્‍ડના પિતા સાથે લગ્ન કરી લીધા.

જી હાં, લગ્ન કરીને તે પોતાના જ બોયફ્રેન્‍ડની સાવકી માતા બની ગઈ છે. એક રિપોર્ટ અનુસાર હાલમાં જ એક યુવતીએ જણાવ્‍યું કે તેના ભાઈનું જ્‍યારે ગર્લફ્રેન્‍ડ સાથે બ્રેકઅપ થયું તો તે યુવતીએ અજીબ બદલો લીધો. તેણે ભાઈના પિતા સાથે લગ્ન કરી લીધી અને તેની સાવકી માતા બનીને ઘરની અંદર આવી ગઈ.

આટલું જ નહીં, જ્‍યારે તેના ભાઈના લગ્ન નક્કી થઈ રહ્યા હતા. તો એ કહીને હંગામો કર્યો કે સાવકી મા હોવાના કારણે તેને પણ લગ્નમાં પહેલાથી જ બધુ ખબર હોવી જોઈએ.

તેના ભાઈના લગ્નના દિવસે ફક્‍ત દુલ્‍હનને જ સફેદ ડ્રેસ પહેરવાનો હતો. બાજી મહેમાનો અને સબંધીઓને સાધારણ અને રંગીન કપડા પહેરવાના હતા. પરંતુ સાવકી માતાએ પોતાના પૂર્વ પ્રેમીને ચિડાવવા માટે તેણે દુલ્‍હનના જેવો જ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો. અહીં સુધી કે તે દરેક ફેમેલી ફોટોમાં પણ આવવા માંગતી હતી

(10:54 am IST)