Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

પીએનબી કાંડ : મુંબઈ બ્રૈડી રોડ શાખા સીલ, કર્મચારી ઉપર રોક

પીએનબી ફ્રોડ મામલામાં સીબીઆઈની તપાસ વધુ ઝડપી બનીઃ બેંકના બે કર્મચારીઓ સહિત ૩ની ધરપકડ : નિરવની પુછપરછ કરવા પણ તૈયારી : વિપુલ અંબાણીની સીબીઆઈ દ્વારા કડક પુછપરછ કરવામાં આવી

નવી દિલ્હી,તા. ૧૯: પંજાબ નેશનલ બેંક કોંભાડમાં સીબીઆઇની કાર્યવાહી હવે વધુ ઝડપી બની ચુકી છે. આજે સીબીઆઇની ટીેમે દેશના સૌથી મોટા બેંકિગ કોંભાડના મુખ્ય કેન્દ્ર રહેલા પીએનબી બ્રૈડી રોડ બ્રાન્ચને સીલ કરી દેતા ખળભળાટ મચી ગયો હતો. સીબીઆઇની ટીમે આ કોંભાંડના સંબંધમાં બેંકના ે કર્મચારીઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. કોંભાડના મુખ્ય સુત્રધાર  હીરા કારોબારી નીરવ મોદી દેશથી ફરાર છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે સીબીઆઇ નીરવ મોદીની પુછપરછ કરવાની પણ તૈયારીમાં છે. સીબીઆઇએ બેંકની બહાર એક નોટીસ ચોંટાડી દીધી છે. જેમાં લખવામાં આવ્યુ છે કે આ બ્રાન્ચને નીરવ મોદી એલઓયુ મામલાના કારણે સીલ  કરવામાં આવી રહી છે. હવે આ બ્રાન્ચમાં કોઇ કામ થશે નહી. આ બ્રાન્ચમાં પીએનબી કર્મચારીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સીબીઆઇએ રવિવારના દિવસે મુંબઇમાં બ્રૈડી રોડ બ્રાન્ચ પર ઝડપથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પીએનબીની આ બ્રાન્ચમાં કરોડોની લોનના કોંભાડને અંજામ આપવામાં આવ્યા બાદ ચોંકાવનારી વિગત સપાટી પર આવી હતી. આ ફ્રોડમાં જ્વેલરી કારોબારી નીરવ મોદી અને તેમના બિઝનેસ પાર્ટનર મહેલુ ચૌકસી શામેલ છે. અધિકારીઓના કહેવા મુજબ સીબીઆઇનીરવના સીએફઓ અને ફાયર સ્ટાર ડાયમંડ કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર વિપુલ અંબાણી અને પીએનબીના બે અધિકારીઓથી સતત પુછપરછ કરી રહી છે. વિપુલ ધીરુભાઇ અંબાણીના સૌથી નાના બાઇ નીતુભાઇ અંબાણીના પુત્ર છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે વિપુલે બે દિવસ પહેલા જ નીરવ મોદીની સાથે કામ શરૂ કર્યુ છે. આ પહેલા પીએનબી કોંભાડમાં સીબીઆઇએ મુંબઇમાં પંજાબ નેશનલ બેંકની બ્રૈડી હાઉસ શાખા સંકુલને સંપૂર્ણ રીતે પોતાના કબજામાં લઇ લીધી હતી. આ ગાળા દરમિયાન સીબીઆઇએ વ્યાપક શોધખોળ કામગીરી હાથ ધરી હતી. બેંકના જનરલ મેનેજર સહિત પાંચ અધિકારીઓથી પુછપરછ કરવામાં આવી ચુકી છે. આવી રીતે આ કોંભાડના કુલ ૧૧ લોકોની અધિકારીઓ હાલમાં પુછપરછ કરી રહ્યા છે. આ ઉપરાંત રવિવારના દિવસે ધરપકડ કરી લેવામાં આવેલા નિવૃત મેનેજર ગોકુલનાથ શેટ્ટી  અને મનોજ કરાત તેમજ નીરવ મોદીના સત્તાવાર સિગ્નેટરીની પણ પુછપરછ કરવામાં આવી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સીબીાઇની ટીમે બેંકની શાખામાં કોંભાડની રકમ અને ઉંડાણમાં તપાસ કરવા માટે હજારો દસ્તાવેજો અને ડિજિટલ રિકોર્ડમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ સીબીઆઇની ટીમ ગીતાંજલિ ગ્રુપની ભારત સ્થિત ૧૮ સહાયક કંપનીઓની બેલેન્સશીટમાં પણ તપાસ કરી રહી છે. પીએનબી દ્વારા આપવામાં આવેલી ૧૧૩૮૪ કરોડ રૂપિયાની ગેરંટીના આધાર પર જુદી જુદી બેંકો પાસેથી લેવામાં આવેલી રકમની લેવડદેવડ અંગે પુરતી માહિતી મેળવી લેવા માટે તપાસ ચાલી રહી છે. સીબીઆઇએ કહ્યુ છે કે આ કોંભાડ એ વખતે સપાટી પર આવ્યુ છે જ્યારે મોદી અને ચૌકસીની કંપનીઓએ પીએનબીની બ્રૈડી હાઉસ શાખામાં આ વર્ષે જાન્યુઆરીમાં ચુકવણી માટે એલઓયુ માંગ્યા હતા. સીબીઆઈ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. આરોપી ગોકુલનાથ શેટ્ટી પીએનબીની કોર બેંકિંગ સિસ્ટમને નજરઅંદાજ કરીને સાત વર્ષથી એલઓયુ આપી રહ્યો હતો.

(8:54 pm IST)