Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

જસ્ટિન ટ્રૂડોએ લીધી ગાંધી આશ્રમ અને અક્ષરધામની મુલાકાત

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો અત્યારે ભારત પ્રવાસે છે. ગઈકાલે તેમણે વિશ્વપ્રસિદ્ઘ તાજમહેલની મુલાકાત લીધી હતી અને આજે તે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જસ્ટિન ટ્રૂડો અને તેમના પત્ની તેમજ ૩ બાળકોએ ભારતીય પોષાકમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ટ્રૂડો અને તેમનાં પત્નીએ રેંટિયો પણ કાંત્યો હતો. જસ્ટિને વીઝીટર્સ બુકમાં મેસેજ પણ લખ્યો હતો. તેમના બાળકો પણ ગાંધી આશ્રમમાં અત્યંત ખુશ જણાઈ રહ્યા હતા.બાદમાં તેઓ અક્ષરધામ પણ ગયા હતા.

(4:47 pm IST)