Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

સેકસ માટે ના પાડી તો ફેસબુક ફ્રેન્ડે ૨૦ વર્ષની ગર્લની કરી હત્યા

ફેસબુક ફ્રેન્ડને મળવા જવાનું પડ્યું મોંઘુ

મુંબઈ, તા. ૧૯ : વાશી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય ગર્લને નાલાસોપારા ખાતે રહેતા તેના ફેસબૂક ફ્રેન્ડને મળવા જવાનું મોંદ્યુ પડી ગયું હતું. રવિવારે સવારે નાલાસોપારા(ઇસ્ટ)માં આવેલ તાનિયા મોનાર્ક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પગથીયાની નીચે એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા સોસાયટીમાં ચકચાર મચી હતી.

સોસાયટીના ફ્લેટ ધારકોએ પોલીસ ફરીયાદ કરતા પોલીસે દ્યટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી. જોકે પહેલા તો કોઈ વ્યકિત આ ગર્લને ઓળખતું હોવાનું જણાયું નહોતું. તેમજ સોસાયટીમાં ઘ્ઘ્વ્સ્ કેમેરા પણ ન હોવાના કારણે કોઈ માહિતી મળી નહોતી. જોકે પૂછપરછમાં કેટલાક રહીશોએ કહ્યું કે આ છોકરીને તેમણે ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટમાં જતી જોઈ હતી.

જેના આધારે પોલીસે તપાસ કરતા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા ૨૫ વર્ષીય હરિદાસ નિરગુડેના દ્યરમાં લોહીના ડાદ્ય મળી આવતા તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેણે કબૂલ્યું હતું કે આ ગર્લ તાજેતરમાં જ તેની ફેસબૂક ફ્રેન્ડ બની હતી. ફેસબૂકમાં પોતાની વાતોમાં ભોળવીને નિરગુડેએ તેને મળવા માટે દ્યરે બોલાવી હતી. જે બાદ તેણે સેકસની માગણી કરતા ગર્લે ના પાડી હતી.

તેથી ઉશ્કેરાયેલા નિરગુડેએ શૂ લેસથી ગર્લને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ગર્લનો ફોન અને પર્સ પોતાની પાસે રાખી તેની બોડીને બિલ્ડિંગના પગથીયા નીચે મૂકી આવ્યો હતો. પોલીસે તેના દ્યરમાંથી મૃતક ગર્લનો મોબાઈલ અને પર્સ કબજે કર્યું છે. તેમજ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. ગુનેગાર નિરુગડે આ ફ્લેટમાં પોતાની બહેન સાથે રહેતો હતો અને ગર્લ આવી ત્યારે તેની બહેન બહારગામ ગઈ હતી.

(4:37 pm IST)