Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

નીરવ મોદીને ભારત લાવવા હૈદ્રાબાદમાં 'વિઝા મંદિર'માં પૂજા થશે

આ મંદિરમાં 'વિઝા'ની સમસ્યાને નિવારી શકાય એવી શ્રદ્ધાથી હજારો લોકો દરરોજ આવે છે

નવી દિલ્હી : નેશનલ બેંકની સાથે ૧૧,૩૦૦ કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી હાલમાં ન્યુયોર્કના એક ફાઈવ સ્ટાર હોટલમાં છુપાયો છે. હાલમાં તો તેની ભારત પાછા ફરવાની આશા નહિં બરાબર જોવા મળી રહી છે. જો કે હૈદ્રાબાદની નજીક ચિલકુર બાલાજી મંદિરના પૂજારીઓને વિશ્વાસ છે કે તેની પ્રાર્થના નીરવ મોદીને પાછો લઈ આવશે.

ચિલકુર બાલાજી મંદિરમાં ૧૯ ફેબ્રુઆરીએ બપોરે એક ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પૂજામાં હજારો ભકતો ભાગ લેશે. હૈદ્રાબાદના ચિલકુર બાલાજીને લોકો વીઝા મંદિરના નામથી પણ ઓળખે છે. અહિંયા દરરોજ હજારોની સંખ્યામાં એવા લોકો આવે છે જેને વિઝા મળવામાં મુશ્કેલી થાય છે.

મંદિરના મુખ્ય પૂજારી ડોકટર એનવી સનિર્ધ્ય રાજનનું માનવુ છે કે આ વિશેષ પૂજાથી એવા લોકો જરૂરથી પાછા ફરશે. જે બેંકોના પૈસા લઈને દેશમાંથી ફરાર છે.

એટલુ જ નહિં મંદિરના મુખ્ય પૂજારીઓનું માનવુ છે કે જેટલા લોકો બેંકમાંથી લોન લઈને ફરાર છે દેશમા તેની વાપસી થશે. તેઓએ કહ્યુ પૂજા દરમિયાન એક વિશેષ મંત્રોનો જાપ કરવામાં આવશે જેનાથી દેણાથી પરેશાન લોકોને રાહત મળશે.

મંદિરના વધુ એક પૂજારીએ કહ્યુ કે આ એક ગંભીર સંકટ છે અને બેંકોમાં જમા પૈસાને ખતરો છે. આ વિશેષ પૂજા દરમિયાન મંત્રના નવ છંદને ૧૧ વાર કરવામાં આવશે.

(4:14 pm IST)