Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ઉદાર નિયમોને પગલે US-UK ભાગી જાય છે ગુનેગારો

સ્થાનિક સરકાર સુરક્ષા પૂરી પાડે છેઃ બે વર્ષથી ભાગવાની તૈયારીમાં હતો મોદી

નવી દિલ્હી તા. ૧૯ : પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં આરોપી નીરવ મોદી ફરાર થતાં ફરી ચર્ચાએ જોર પકડ્યું કે, ગફલાબાજ, ફ્રોડ, આતંકવાદીઓ હંમેશા છુપાવવા માટે પશ્યિમી યૂરોપ, ઉત્ત્।રીય અમેરિકા અને ખાડી દેશમાં કેમ ભાગી જતા હોય છે? ઉલ્લેખનીય છે કે અહ્યાંના રેસિડેન્સી કાનૂન ઉદાર છે અને ટેકસેશન સ્ટ્કચર સોફટ છે, રાજનૈતિક શરણ સાથે જોડાયેલા નિયમો સહેલા છે. સિખ ઉગ્રવાદીઓ બ્રિટન ચાલ્યા ગયા, ભોપાલ ગેસ લીક કાંડ બાદ વોરેન એંડરસન ભાગી ગયો હતો, વિજય માલ્યા અને લલિત મોદી જેવા કૌભાંડીઓએ બ્રિટનમાં આશરો લીધો. આ લિસ્ટમાં દાઉદ ઇબ્રાહિમ પણ સામેલ છે.

યૂએઇ, થાઇલેન્ડ અને બાંગ્લાદેશ જેવા દેશોએ ભારતમાં આતંકી ગતિવિધિમાં સંડોવાયેલા આરોપીઓને દેશ પરત લાવવામાં મદદ જરૂર કરી છે પણ હાઇ પ્રોફાઇલ ગુનેગારોને ભારત પ્રત્યપ્રિત કરવાના મામલામાં યોગ્ય હેલ્પ કરી નથી. ગુનેગારોને જે-તે દેશમાં સ્થાનિય કાનૂનથી રાહત મળી જતી હોવાથી ભારતમાં કયારેય પ્રત્યર્પણ સહેલું નથી રહ્યું. અમુક કિસ્સામાં તો સ્થાનિક સરકાર દ્વારા અપરાધિઓને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવે છે.

બેલ્ઝિયમમાં ભારતીય સમુદાયના એક નામ ન આપવાની શરતે ઇટીને બતાવ્યું કે નીરવ મોદી અને મેહુલ ચોકસી ભારતથી ભાગવા માટે છેલ્લા બે વર્ષથી તૈયારી કરી રહ્યા હતા એ આના માટે ડોકયુમેન્ટ્સ તૈયાર કરી રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ બંને શખ્સોએ ખાડી દેશમાં પ્રોપર્ટી ખરીદી છે. જો કે એમના પાસપોર્ટ રદ કર્યા બાદ તેમને પરત ભારતમાં લાવવા માટે મોદી સરકાર કાર્યવાહી શરૂ કરી શકે છે.

આરોપીઓને ભારત મોકલવાની સરકારની અપિલ અનેક કારણોસર ઠુકરાવામાં આવી શકે છે. જેમ કે પશ્યિમી દેશમાં સમલૈંગિક સંબંધ કાનૂન છે, જેથી આવા કોઇ દેશમાંથી ગુનેગારોને પરત લાવવા માટે ભારત સરકાર અનુરોધ ન કરી શકે. જે લોકોએ ભારમતાં રાજનૈતિક પજવણી થતી હોવાના શંકાના આધારે કોઇ દેશનો આશરો લીધો હોય તેવા કિસ્સામાં પણ જે-તે વ્યકિતને પરત ન લાવી શકાય.

અમુક એવા દેશ પણ છે જયાં મોતની સજા પર મનાઇ છે. કોઇ ભાગેડુ જો આવા દેશનો આશરો લે છે તો ત્યાંની સરકાર એ બાબતે વિચાર કરશે કે જે-તે આરોપીને ભારત મોકલવા પર તેને મોતની સજા થઇ શકે તેમ છે કે નહીં, જો મોતની સજા મળે એવી શંકા જાય તો પણ તે દેશ ગુનેગારોને પરત મોકલવાની ના પાડી દે છે.

 

(10:56 am IST)