Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

એરટેલનો ધમાકેદાર પ્લાનઃ ૯માં મળશે અનલિમિટેડ કોલિંગ

મુંબઇ તા. ૧૯ : રિલાયન્સ જિયોના આવ્યા પછી મોબાઈલ કંપનીઓમાં નવી-નવી ઓફર આપવાની જાણે સ્પર્ધા શરુ થઈ ગઈ છે. કંપનીઓ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે અને નવા ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા પ્લાન લાવી રહી છે. આ જ ક્રમમાં રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે દેશની નંબર ૧ ટેલિકોમ કંપની એરટેલે નવો પ્લાન લોન્ચ કર્યો છે.

એરટેલના આ ૯ રુપિયા વાળા પ્લાનમાં કોલિંગની સાથે સાથે 100MB ડેટા પણ મળી રહ્યો છે. આ પેકની વેલિડિટી ૧ દિવસની હશે. એરટેલના નવા રિચાર્જ પ્લાનને રિલાયન્સ જિયોના ૧૯ રૂપિયા વાળા પેકના જવાબમાં લોન્ચ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. Jioના ૧૯ રુપિયા વાળા રિચાર્જમાં ગ્રાહકને અનલિમિટેડ કોલ, ૨૦ SMS અને 150MB ડેટા પણ મળે છે.

એરટેલના નવા પેકમાં કોલિંગ, ડેટાની સાથે સાથે ૧૦૦ SMS પણ ફ્રી મળશે. એરટેલ યુઝર કોઈ રિટેલર અથવા એરટેલ એપથી રિચાર્જ કરી શકે છે. આ સિવાય એરટેલ પાસે ૯૩ રુપિયા વાળો પ્લાન પણ છે, જેમાં અનલિમિટેડ લોકલ તેમજ STD કોલ, રોમિંગમાં ફ્રી કોલ, ૧૦૦SMS(પ્રતિદિન) ૨૮ દિવસની વેલિડિટી સાથે મળે છે. આ સાથે જ યુઝર આ પેકની સાથે 1 GB 3G/4G ડેટાનો લાભ ૨૮ દિવસ સુધી મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જિયોએ ધમાકેદાર કેશબેક ઓફર પણ લોન્ચ કરી છે. જેમાં તમને નવા 4G સ્માર્ટફોન સાથે ૨૨૦૦ રુપિયા સુધીનું કેશબેક મળશે. આ સિવાય જિયોએ ફૂટબોલ ઓફર પણ લોન્ચ કરી છે.(૨૧.૧૦)

(10:55 am IST)