Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

શું પૈસા બેંકોમાં સુરક્ષિત છે?

દરેકના મનમાં છે એક સવાલ

નવી દિલ્હી તા. ૧૯ : પંજાબ નેશનલ બેન્કમાં થયેલા ફ્રોડ પછી દરેકના મનમાં એક જ સવાલ છે કે, કયાંય બેન્કમાં જમા કરવામાં આવેલી તેમની રમક હંમેશા માટે ડુબી તો નહીં જાય ને? થોડાક સમય પહેલા અફવા ફેલાઈ હતી કે, એવો નિયમ બનવા જઈ રહ્યો છે કે જેમાં બેન્કોમાં જમા સામાન્ય માણસના પૈસાની ગેરંટી સરકારની નહીં હોય.

સ્વાભાવિક છે કે, લોકોમાં ડર ફેલાઈ ગયો હતો, પરંતુ સરકારે આ વાતનું ખંડન કરતા લોકો નિશ્ચિત થયા હતા. નીરવ મોદી અને PNBના આખા ઘટનાક્રમ પછી ફરી એકવાર સવાલ ઉભો થયો છે કે, જો આવા ફ્રોડને કારણે બેન્ક ડુબી જાય તો લોકોની મહેનતની કમાણીની ગેરંટી કોણ લેશે?

બેન્કિંગના મુદ્દાઓના નિષ્ણાંત મનીષ શાહ જણાવે છે કે, બેન્કમાં જમા ૧ લાખ રુપિયા સુધીની રકમ ઈન્શ્યોર્ડ છે. આ સિવાય જે પૈસા છે, તે કોઈ પણ કાયદા અંતર્ગત ગેરંટીડ નથી. સામાન્ય રીતે તો બેન્કોમાં જમા પૈસાને સંપૂર્ણ રીતે સુરક્ષિત માનવામાં આવે છે, કારણકે કોઈ પણ સરકાર અને રિઝર્વ બેન્ક કોઈ પણ બેન્કને ફેલ નથી થવા દેતી. સામાન્ય રીતે મજબૂત બેન્ક પણ કમજોર બેન્કને સહારો આપતી હોય છે.

માર્કેટના જાણકાર એસ.પી.તુલસિયાન કહે છે કે, બેન્ક ભલે નાની હોય, તેમાં જમા તમારા પૈસાની સુરક્ષા કરવા માટે સરકાર હોય છે. કોઈ પણ સરકાર બેન્કને ફેલ નથી તવા દેતી કારણકે તેની તેમણે ઘણી મોટી રાજકીય કિંમત ચુકવવી પડે છે.

વર્તમાનમાં ડિપોઝિટર્સ ઈન્શ્યોરેન્સ સ્કીમ, જેના અંતર્ગત ૧ લાખ રૂપિયા સુધી તમારા પૈસા બેન્કમાં સુરક્ષિત છે જે અંતર્ગત દરેક બેન્ક, કોમર્શિયલ, રીજનલ અને રુરલ કો-ઓપરેટિવ બેન્ક આવે છે. પ્રસ્તાવિત જ્ય્ઝ્રત્ બેલ-ઈન-પ્રોવિઝનમાં અત્યંત વધારે જરુર પડે ત્યારે બેન્ક પોતાની લાયાબિલિટી કેન્સલ કરી શકે છે, ત્યારે તે લિમિટમાં બેન્ક ડિપોઝિટર્સના પૈસા પણ આવી શકે છે. પરંતુ વિવાદને કારણે આ બિલને અત્યારે રિવ્યુ માટે મોકલવામાં આવ્યું છે.

વર્તમાન બિલના સ્થાને જો આ નવું બિલ આવશે તો તે કેટલું સુરક્ષિત હશે? તેના જવાબમાં ફિનસેક લો એડવાઈઝર્સના મેનેજિંગ પાર્ટનર જણાવે છે કે, વર્તમાન ઈન્શ્યોરન્સ સ્કીમનો નવા બિલમાં સમાવેશ થશે અને ૧ લાખ રૂપિયાનું ડિપોઝિટ ઈન્શ્યોરન્સ ચાલુ રહેશે. જયાં સુધી બાકીના ડિપોઝીટનો સવાલ છે, તે પણ સુરક્ષિત માનવું જોઈએ કારણકે કોઈ પણ કોમર્શિયલ બેન્કને પાછલા ૭૦ વર્ષમાં ફેલ નથી થવા દીધી.(૨૧.૫)

 

(9:47 am IST)