Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

હદ કરે છે નાપાક દેશ...

અમારા દેશ ઉપરથી કેમ ઉડ્યા? નફફટ પાકિસ્તાને મોદીને મોકલ્યું ૨.૮૬ લાખનું બિલ

નવી દિલ્હી તા. ૧૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના અત્યાર સુધીના શાસનકાળમાં કેટલાક પ્રવાસો માટે ઈન્ડિયન એરફોર્સનો ઉપયોગ કર્યો છે. તેના પર ભારત સરકારે કુલ બે કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, જેમાંથી ૨.૮૬ લાખ રૂપિયાનું બિલ પાકિસ્તાનનું પણ છે. હકીકતમાં, વિદેશી પ્રવાસ દરમિયાન જયારે-જયારે પીએમ મોદીનું એરક્રાફટ પાકિસ્તાનની ઉપરથી ઉડીને ગયા, ત્યારે-ત્યારે તેમણે રૂટ નેવિગેશનના રૂપિયા લીધા છે. આ બધી જાણકારી એક આઈટીઆઈ દ્વારા મળી છે.

મળેલી જાણકારી મુજબ, પીએમ મોદીએ કુલ ૧૧ દેશોના પ્રવાસો માટે આઈએએફના એરક્રાફટનો ઉપયોગ કર્યો. તેમાં નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, કતર, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, રશિયા, ઈરાન, ફિજી અને સિંગાપોરના પ્રવાસો સામેલ છે.

૨૦૧૫માં રશિયા અને અફઘાનિસ્તાનના પ્રવાસ દરમિયાન પાછા ફરતી વખતે મોદી પાકિસ્તાનના તે સમયના પીએમ નવાઝ શરીફની વિનંતી પર થોડી વાર માટે પાકિસ્તાનમાં પણ ઉતર્યા હતા. તેના મોટ ૧.૪૯ લાખ રૂપિયા નેવિગેશન ચાર્જ લેવાયો. બાકી ૭૭,૨૧૫ રૂપિાય માર્ચ ૨૦૧૬ના ઈરાન પ્રવાસ અને ૫૯,૨૧૫ રૂપિયા કતરના પ્રવાસના છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે વિદેશી પ્રવાસ માટે રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એર ઈન્ડિાયના પ્લેનનો ઉપયોગ કરે છે. પીએમના પ્રવાસનો ખર્ચ વિદેશ મંત્રાલય ઉઠાવે છે. તેમાં પેટ્રોલ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ, એરપોર્ટ ચાર્જ, સ્ટાફ માટે અપાતા રૂપિયા, હોટલનો ખર્ચ, પાયલોટ વગેરેના રૂપિયા સામેલ છે.(૨૧.૪)

(9:46 am IST)