Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આવશે જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યાનું જાણવા મળેલ છે.

મેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર અને બિઝનેસમેન ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ટ્રમ્પ ટાવરના આલિશાન રેસિડેન્સિયલ પ્રોજેક્ટની આધારશિલા રાખવા માટે સોમવારે ભારત આવી રહ્યા છે. તેઓ 23 અને 24 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેશે. ટ્રમ્પ જૂથના ડાયરેક્ટર ટ્રમ્પ જુનિયર તેમના વિશેષ વિમાન દ્વારા ગુરુગ્રામ પહેંચશે. ટ્રમ્પ ટાવર્સનું નિર્માણ કાર્ય માર્ચમાં શરૂ થશે. આ પરિયોજના પાંચ વર્ષમાં પૂરી થશે. પ્રત્યેક ટાવર 50 માળની હશે જે આધુનિક સુખસુવિધાથી સજ્જ હશે. પ્રત્યેક ઘર ખરીદારને પ્રાઈવેટ લિફ્ટની સુવિધા અપાશે અને દરેક ત્રીજા માળે 22 ફૂટની ઉંચાઈવાળો લિવિંગ રૂમ અપાશે. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર કોલકાતા પણ જશે. જ્યાં ટ્રમ્પ જૂથની 137 લક્ઝરી યુનિટનું નિર્માણ કાર્ય શરૂ થવાનું છે. તેઓ મુંબઈમાં પણ નિર્માણાધીન ૭૮ માળનું ટ્રમ્પ ટાવર જોવા જશે. 400 આવાસવાળી આ શાનદાર ઈમારતનું નિર્માણ કાર્ય આવતા વર્ષે પૂરુ થઈ જાય તેવી સંભાવના છે. મુંબઈથી તેઓ પુના પણ જશે જ્યાં તેઓ ટ્રમ્પ સંગઠન બ્રાન્ડના ચોથા ટાવરની યોજનાની સમીક્ષા કરશે.

(9:04 am IST)