Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

નાના એકમોને બેંકોએ આપી અનેક લોન, છેતરપિંડીનું જોખમ વધ્યુ

ઇમરજન્સી ક્રેડિટ ગેરેન્ટી લાઇન સ્કીમ હેઠળ આપ્યો ૪.૫ લાખ કરોડનો કર્જ, માત્ર એસબીઆઇએ આપી ૨.૮ લાખ કરોડની લોન

નવી દિલ્હી,તા. ૨૦: કર્જમાં ડૂબેલ વસુલાતમાં લાગેલ બેંકો પર ફરીથી NPAનો બોઝ વધી શકે છે. આ જોખમ કોરોનાકાળમાં MSMEએ આંખ બંધ કરીને આપેલા કર્જ સાથે સંકળાયેલ છે. દેખરેખના અભાવમાં આ શ્રેણીની લોનમાં છેતરપીંડી વધી શકે છે. ડેર્લોયટ ઈન્ડિયાના સર્વે અનુસાર, કેન્દ્રની ઈમરજન્સી ક્રેડિટ ગેરેન્ટી લાઈન સ્કીમ હેઠળ બેંકોએ ૪.૫ લાખ કરોડની લોન આપી છે.

 દેખરેખની જરૂર

ભારતીય સ્ટેટ બેંકે એકલા ૨.૯ લાખ કરોડ રૂપિયાની લોન MSMEને આપી છે. સર્વેમાં સામેલ ૫૧%થી વધુ અધિકારીઓએ કહ્યું કે, MSMEને આપવામાં આવેલ કર્જની દેખરેખ ખૂબ જરૂરી છે. એ જાણવાની જરૂર છે કે, કર્જનો સાચો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં. ચિંતાની વાત છે કે, બેંકોની દેખરેખ યાદીમાં આ કેટેગરી શામેલ જ નથી. આ કારણે જોખમ વધ્યું છે.

કર્જ ડૂબવાની આશંકા, આગામી બે વર્ષ મહત્વના

સર્વે અનુસાર, આગામી બે વર્ષ મહત્વના છે. દેખરેખ કરવામાં નહીં આવે તો કર્જમાં ડૂબવાનો જોખમ છે. સર્વેમાં સામેલ અધિકારીઓએ માન્યું છે કે, ડિઝિટલ ચેનલોથી લેવડ-દેવડની પ્રક્રિયા સરળ થઈ છે. બેંકિંગ પ્રણાલીની ખામીમાં જાલસાલ પોતાનો અવસર શોધી રહ્યા છે. એટલા માટે સિસ્ટમને ચુસ્ત-દુરસ્ત રાખવાની જરૂરત છે.

સીમાપાર દેશોમાંથી આ પડકાર આવી રહ્યા છે

એક અન્ય સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેશના MSMEને સીમાપાર દેશોમાં વ્યાપાર કરવામાં ઉચ્ચ ટેકસ, લેન-દેન સાથે સંકળાયેલ મુશ્કેલીઓ સહિત છેતરપિંડી જેવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પેપાલના રિપોર્ટ અનુસાર, આ પડકારનો સામનો કરવા MSME ત્રીજા પક્ષના ઓનલાઈન વેચાણ મંચોથી શેર અને પોતાની એપને વિકસિત કરી રહ્યા છે.

(3:23 pm IST)