Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

આનંદીબેન પક્ષનાં એક વિશ્વાસપાત્ર અને ઉમદા કાર્યકર :મફતલાલ પટેલ

આનંદીબેન પટેલ રાજ્યપાલ બનતા પરિવારમાં ખુશીનો માહોલ:મફતલાલ પટેલે પાડોશીઓને મીઠાઈ વહેંચી

અમદાવાદ ;ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરતા તેણીના પરિવારમાં ખુશીનો માહોલ જોવાયો હતો આનંદીબેનના પતિ મફતલાલ પટેલે પાડોશીઓને ઘરે જઇને મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો.

મફતભાઈ પટેલે પોતાનાં જણાવ્યું હતું કે"આનંદીબેન પક્ષનાં એક વિશ્વાસપાત્ર અને ઉમદા કાર્યકર છે. આનંદીબેનને રાજ્યપાલ બનતાં અમે ખુશી અનુભવીએ છીએ."

    જો કે,આનંદીબેનને પોતે રાજ્યપાલ બન્યા અંગેની જાણ હોવા અંગે મફતભાઈ પટેલે જણાવ્યું હતું કે,"તેમને હજુ સત્તાવાર જાણ ના પણ થઈ હોય તેવું કદાચ બની શકે."

(12:44 am IST)