Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

લદ્દાખમાં ચીન સામે ટક્કર આપવા ભારતની પુરી તૈયારી

આધુનિક બેડ, હિટરવાળા આવાસ તૈયાર કરાયા : મોર્ચા ઉપર હાજર સૈનિકોની તૈનાતીના હિસાબથી તેમના માટે ગરમ ટેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છેનવી

દિલ્હી,તા.૧૯ : શિયાળામં લદ્દાખ સેક્ટરના તાપમાનમાં ભારે ઘટાડો થવો અને ચીનની સીમા રેખા ઉપર કોઈ સમાધાન હોવાની સ્થિતિ વચ્ચે ભારતીય સેનાએ પીપુલ્સ લિબરેશન આર્મીના કોઈ પણ હરકત સામે લડવા માટે વિસ્તારમાં હજારો સૈનિકોને રહેવા માટે આધુનિક આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. સત્તાવાર સુત્રોએ જાણકારી આપી હતી. ભારતીય સેનાની હાજરીવાળી કેટલીક જગ્યાઓ ઉપર શિયાળામાં તાપમાન માઈનસ ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે આવી જાય છે. એટલા માટે વધારે ઊંચાઈવાળા વિસ્તારોમાં શિયાળા દરમિયાન ૩૦થી ૪૦ ફૂટ સુધી બરફ પડવાની સંભાવના છે. આર્મી દ્વારા રજૂ કરવામાં આવેલા એક વીડિયોમાં ભારતીય સેનાની તૈયારીઓ ચોખ્ખી દેખાય છે. જેમાં સૈનિકો માટે પથારી, અલમારીઓ, હીટરોની સુવિધા છે. કેટલાક રૂમોમાં સિંગલ બેડ છે. જ્યારે એક લિવિંગ રૂમમાં બંક બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોર્ચા ઉપર હાજર સૈનિકોની તૈનાતીના હિસાબથી તેમના માટે ગરમ ટેન્ટની પણ વ્યવસ્થા કરાવમાં આવી છે. ભારતીય સેના શિયાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રશિયાથી ટેન્ટ ખરીદી રહી છે.

એક સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે કાનપુરની ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં પ્રકારના ટેન્ટ ખરીદવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. ચીનના પૈગોંગ પાસે અને એલએસી ઉપર ઘર્ષણવાળા સ્થાનો ઉપર અસ્થાયી માળખાનું નિર્માણ કરાયું છે. અધિકારીઓએ જાણકારી આપી કે, લોકડાઉનના પગલે કેટલાક કોન્ટ્રાક્ટર ભારતીય સેનાને સૈનિકોના આવાસ માટે પૂર્વ નિર્મિત સંરચનાઓના નિર્માણ કરવામાં મદદ કરી શકતા હતા પરંતુ તે ઉપલબ્ધ હતા. આવી સ્થિતિમાં રશિયન ટેન્ટ જે સાઈબેરિયા જેવી ઠંડીનો પણ સામનો કરી શકે છે.

ઉપરાંત ત્યાંના મોસમ અને રહેવાની પરિસ્થિતિઓને સમજનાર આઈટીબીપી જવાનો માટે લાંબી તૈનાતી માટે શક્કરપારા ઉપર સુપર ફૂડની જેમ વિશ્વાસ કર્યો છે. શક્કરપારા એક ઉત્તર ભારતીય સ્નેક છે જે ઘઉં અને આટામાંથી તૈયાર ચાશનીમાં ડુબાડીને બનાવવામાં આવે છે. એક તૈનાત જવાને અસામાન્ય વિકલ્પ અંગે જણાવ્યું હતું કે, આમાં ઘઉં હોય છે અને ખાંડ તમને ઉર્જા આપે છે. આને બનાવવા અને લઈ જવાનું સરળ રહે છે.

(7:32 pm IST)