Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

' બિન્દાસ બોલ - યુ.પી.એસ.સી.જેહાદ ' : સુદર્શન ટી.વી.ઉપર પ્રસારિત થતા એપિસોડ ઉપરનો પ્રતિબંધ કેન્દ્ર સરકારે હટાવ્યો : અગાઉના એપિસોડમાં યુ.પી.એસ.સી.જેહાદ વિષે કરાયેલી ચર્ચામા પ્રોગ્રામ કોડના ઉલ્લંઘન બદલ ખુલાસો માંગ્યો : સુધારા વધારા સાથે બાકીના એપિસોડ પ્રસારિત કરવા માહિતી તથા પ્રસારણ ડિપાર્ટમેન્ટની મંજૂરી

ન્યુદિલ્હી : કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગે ગઈકાલ બુધવારે સુદર્શન ટી.વી.ઉપર પ્રસારિત થતા એપિસોડ ' બિન્દાસ બોલ 'ના બાકીના હપ્તા પ્રસારિત કરવા મંજૂરી આપી છે.સાથોસાથ તેમાં પ્રોગ્રામ કોડનું ઉલ્લંઘન ન થાય તે જોવા જણાવ્યું છે.તેમજ અગાઉના એપિસોડમાં આ કોડના ઉલ્લંઘન કરવા બદલ ખુલાસો માંગ્યો છે.

અગાઉના એપિસોડમાં યુ.પી.એસ.સી.પરીક્ષા આપવા માટે મુસ્લિમ કોમ્યુનિટી દ્વારા પોતાની કોમ્યુનિટીના સ્ટુડન્ટ્સને ફંડ આપી પ્રોત્સાહિત કરાઈ રહ્યા હોવાની ચર્ચા કરાઈ હતી.જે ફંડ આતંકવાદી સંસ્થા સાથે જોડાયેલા સમૂહોમાંથી આવતું હોવાનો આક્ષેપ કરાયો હતો.જે અંતર્ગત આ રકમના લાભાર્થી સ્ટુડન્ટ્સ દેશના કલેકટર ,સહિતના ઉચ્ચ હોદાઓ ઉપર આવી જાય તો શું દશા થાય તેવો ભય વ્યક્ત કરાયો હતો.
આથી માહિતી પ્રસારણ વિભાગે કોઈ કોમ્યુનિટી વિરુદ્ધના આક્ષેપો કરી કોમી વાતાવરણ તંગ કરવા બદલ  નોટિસ  આપી  ખુલાસો માંગ્યો છે.  તેમજ વાણી સ્વાતંત્ર્યનો મૂળભૂત હક્ક પણ  જળવાઈ રહે સાથોસાથ  પ્રોગ્રામ કોડનું પાલન પણ થાય તેવી શરત સાથે બાકીના  પ્રસારણ કરવા મંજૂરી આપી હોવાનું  સુપ્રીમ  કોર્ટને જણાવ્યું હતું .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:42 pm IST)