Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

દિવાળીના તહેવાર પછી ભારતમાં કોરોના વાયરસના કેસમાં ૩૦%નો ઉછાળો

એક દિવસમાં ૪૭૪ દર્દીઓના મોત થયા છે

નવી દિલ્હી,તા.૧૯: ભારતમાં દિવાળી પછીનો વિકએન્ડ અને ભાઈબીજની ઉજવણી પૂર્ણ થઈ ગઈ છે, આ દરમિયાન દિવાળીમાં ૩૦%કેસનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં ૩૮,૬૧૭ નવા કેસ નોંધાયા છે અને ભારતમાં કુલ કેસનો આંકડો ૮૯,૧૨,૯૦૭ પર પહોંચી ગયો છે. જયારે એક દિવસમાં ૪૭૪ દર્દીઓના મોત થયા છે. ભારતમાં હાલ એકિટવ કેસનો આંકડો ૪,૪૬,૮૦૫ પર પહોંચી ગયો છે.

મંગળવાર સુધીમાં ભારતમાં ૮૩,૩૫,૧૦૯ દર્દીઓ સાજા થઈ ગયા છે. મંગળવારે ભારતમાં ૨૯,૧૬૪ નવા કેસ અને ૪૪૯ મૃત્યુ નોંધાયા હતા. જયારે બુધવારે તેમાં ૩૦%નો ઉછાળો નોંધાયો છે.

આ પાછળનું કારણ ટેસ્ટની સંખ્યા પણ હોઈ શકે છે, ભારતમાં મંગળવારે કુલ ૯,૩૭,૨૭૯ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ICMR (Indian Council of Medical Research)ના રિપોર્ટ્સ મુજબ ભારતમાં રોજ સરેસાશ ૮ લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવે છે.

દિલ્હીમાં હજુ પણ કોરોના વાયરસની સ્થિતિ વિકટ છે, કેસના ઉછાળામાં દ્યટાડો નોંધાતા સ્વાસ્થ્ય વિભાગે હાશકારો લીધો છે. સરકારી અને ખાનગી બન્ને હોસ્પિટલોમાં ૧૦્રુ બેડ વેન્ટિલેટર સાથેના છે, જે કોરોનાથી ગંભીર રીતે પીડિતા દર્દીઓના ઉપયોગમાં લઈ શકાય તેમ છે.

દિલ્હીમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી અમિત શાહ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા બેઠકો યોજવામાં આવી રહી છે. આ બેઠકોની બીજી તરફ વધતા કેસને અટકાવવા માટે લોકડાઉન લાગુ કરાઈ શકે છે તેવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે. વિવિધ બેઠકોમાં કોરોના સામે લડવા અંગે કેવા પગલા ભરવા જરુરી છે તે અંગે વિચાર કરવામાં આવ્યો છે. લોકડાઉન અંગે મુખ્યમંત્રી કેજરીવાલે પણ સંકેત આપ્યા હતા.

જોન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ દુનિયાભરમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૫.૫૫ કરોડને પાર થઈ ગયો છે જયારે આ વાયરસના કારણે ૧૩,૩૬,૮૯૨ લોકોએ જીવ ગુમાવ્યો છે.

(9:33 am IST)