Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ફાઇઝર ૨ ડોઝ વેકિસન ૯૫ ટકા સફળ : કોઇ ગંભીર આડ અસરો નહીં

વૃધ્ધો પર ૯૪% અસરકારકઃ ૨૦૨૦ના અંત સુધીમાં રસીને મંજુરી મળવાની શકયતા

નવી દિલ્હી,તા. ૧૯: કોરોના વાયરસના જીવલેણ રોગચાળાથી લોકોને બચાવવા માટે રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા કંપની Pfizer Incના પ્રોત્સાહક પરિણામો મળ્યા છે. કંપનીનું કહેવું છે કે તે બનાવેલી રસી ૯૫્રુ જેટલી અસરકારક છે. કંપની FDA મંજૂરી માટે અરજી કરનાર યુએસએની પહેલી ફાર્મા કંપની હશે.

Pfizerના એમઆરએનએ આધારિત રસી BNT162b2ના કિલનિકલ ટ્રાયલના અંતિમ અવલોકનમાં આ સફળતાની જાણ થઇ છે. અમેરિકન કંપની અને જર્મન ભાગીદાર કંપની BioNTech SEએ જણાવ્યું છે કે તેમની રસીથી તમામ વયના લોકો અને સમુદાયોને સુરક્ષા મળી છે. તેની સલામતીને લઈને પણ કોઈ ગંભીર સમસ્યાઓ થઈ નથી. આ ઉપરાંત, ઇમર્જન્સી યુઝ પરમિટ (ઇયુએ) મેળવવા માટે યુએસ FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)ના ધોરણ પણ તેમણે પાર કર્યા છે.

રસીની ટ્રાયલ ૪૪ હજાર લોકો પર કરવામાં આવી હતી. ડેટામાં જાણવા મળ્યું છે કે ૧૭૦ સ્વયંસેવકોને Covid -૧૯નાં સંક્રમણ હતું અને તેમાંથી ૮ના રસી અપાઇ અને  ૧૬૨ના પ્લેસીબો આપવામાં આવી હતી. આ રસીથી રોગની ગંભીરતા ઓછી થઈ હતી જયારે પ્લેસિબો ગ્રુપના ૧૦ માંથી ૯ લોકોને ગંભીર રોગ હતો. ડેટા સૂચવે છે કે આ રસી ૬૫ વર્ષની વયથી વધુ વય ધાવતાના લોકો પર ૯૪ ટકા જેટલી અસરકારક સાબિત થઇ છે.

હાલના આકલનને આધારે કહી શકાય કે ૨૦૨૦માં આખા વિશ્વમાં વેકિસનના ૫ કરોડ ડોઝ બની શકે છે અને આગલા વર્ષના અંત સુધી ૧.૩ અરબ ડોઝતૈયાર થઇ શકશે. ફાઇઝરના ચેરમેને અને સીઇઓ ડો. આલ્બર્ટ બૌરલાને મતે આઠ મહિનાની આકરી મહેનત પછી તેઓ આ ઐતિહાસિક પડાવે પહોંચ્યા છે અને અમે એકઠો કરેલો ડેટા અમે આખા વિશ્વના રેગ્યુલેટર્સ સાથે વહેંચી રહ્યા છીએ. એકસપર્ટ્સના મતે જેમને વેકિસન આપવામાં આવી તેમને કોઇ મોટી આડ અસરો ન થઇ અને વોલેન્ટિયર્સમાં વધુ પડતા થાકની સમસ્યા બીજા ડોઝ પછી જોવા મળી પણ ૨ ટકાથી વધુ લોકોમાં બસ આ એક જ ગંભીર અસર દેખાઇ. મોટી વયના લોકોમાં સાઇડ ઇફેકટ્સ જોવા મળ્યા. વોલેન્ટિયર્સે એમ પણ કહ્યું છે કે ડોઝ લીધા બાદ તેમને હેંગ  ઓવર જેવું લાગતું અને ફ્લુનો ડોઝ લીધા બાદ માથાનો દુખાવો, તાવ અને સ્નાયુમાં કળતર થતું હોય છે તેવું આ બીજા ડોઝ પછી થોડા વધારે પ્રમાણમાં હતું. આ વેકિસન તૈયાર કરનારા ટીમ અનુસાર આ રસી રોગચાળાને નાબુદ કરવામાં મહત્વનો ભાગ ભજવશે.

(9:28 am IST)