Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીઃ જૂનની સરખામણીમાં સપ્ટેમ્બર કવાર્ટરમાં ઘરના વેચાણમાં ત્રણ ગણો વધારો થયો

અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદમાં ઘરના વેચાણમાં સૌથી વધુ વધારો

  અમદાવાદઃ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટરમાં દેશના આઠ મોટા શહેરોમાં ઘરનું વેચાણ વાર્ષિક ધોરણે ૫૯ ટકા વધીને ૫૫,૯૦૭ યુનિટ થયું છે. રિયલ એસ્ટેટ બ્રોકરેજ પ્રોપટાઇગર અનુસાર, મુંબઈ અને અમદાવાદમાં ઘરના વેચાણમાં સૌથી વધુ વધારો થયો છે. પ્રોપટાઇગર અનુસાર, જૂન કવાર્ટર, ૨૦૨૧ ની સરખામણીમાં સપ્ટેમ્બર કવાર્ટરમાં ઘરોની માંગ ત્રણ ગણી વધી છે.

 ૫૫,૯૦૭ રહેણાંક મકાનો સપ્ટેમ્બર કવાર્ટરમાં વેચાયા,૩૫,૭૩૨ ગયા વર્ષે સપ્ટેમ્બર કવાર્ટર દરમિયાન મકાનો વેચાયા હતા. ૧૫,૯૬૮ આ વર્ષે જૂન કવાર્ટરમાં મકાનો વેચાયા

 આ કારણે વેચાણમાં સુધારો થયો

 આ પ્રોપટાઇગર રિપોર્ટ વિવિધ પ્રોપર્ટી સલાહકારોના આવાસ વેચાણ અહેવાલો પર આધારિત છે. આ મુજબ જુલાઈ-સપ્ટેમ્બરમાં મકાનોનું વેચાણ વાર્ષિક અને ત્રિમાસિક ધોરણે વધ્યું છે. હાઉસિંગ ડોટ કોમના સીઇઓ બુવ અગ્રવાલે જણાવ્યું હતું કે ઓછા વ્યાજ દરો, પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થતાં ઘરની માલિકીનો ખ્યાલ સુધર્યો છે. (૪૦.૧૮)

કયાં શહેરોમાં મકાનોનું કેટલું વેચાણ

 

 

 

શહેર

જૂન

સપ્ટેમ્બર

વધારો

 

માસ

માસ

 

અમદાવાદ

૩૩૩૯

૫૪૮૩

૮૪ ટકા

બેંગ્લોર

૪૮૨૫

૬૫૪૭

૩૬ ટકા

દિલ્હી

૪૪૨૭

૪૪૫૮

૦૦ ટકા

હૈદરાબાદ

૩૪૦૦

૭૮૧૨

૧૦૦ ટકા

કોલકાતા

૨૪૬૬

૨૬૫૧

૦૭ ટકા

મુંબઈ

૭૩૭૮

૧૪૧૬૩

૯૨ ટકા

પુણે

૭૧૦૭

૧૦૧૨૮

૪૩ ટકા

ચેન્નઈ

૨૩૭૦

૪૬૬૫

 ૯૬ ટકા

(3:56 pm IST)