Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

જાણો શું છે નિયમ ?

ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવવા પર કપાશે કેટલા રૂપિયા?

નવી દિલ્હી તા. ૧૯ : ટ્રેનની ટિકિટ બુકિંગથી લઈને કેન્સલ કરવા સુધી, આજના દોરમાં ખૂબ જ સરળ બની ગયું છે. પહેલાની જેમ, કાઉન્ટર પર જવાની અને લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી, તેના બદલે તમે ઘરેથી ઓનલાઈન ટ્રેનની ટિકિટ બુક કરાવી શકો છો અને કેન્સલ પણ કરી શકો છો. આ પ્રક્રિયા મોટાભાગના લોકોને ખબર હશે, પરંતુ હજુ પણ ઘણા લોકોને ખબર નથી કે ટિકિટ કેન્સલ કરવા માટે રેલવે દ્વારા કેટલો ચાર્જ લેવામાં આવે છે. આ બાબત તમારા ખિસ્સા સાથે સીધી રીતે સંબંધિત હોવાથી તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.

જો તમે ટ્રેનની ટિકિટ કેન્સલ કરો છો, તો દરેક કલાસનો અલગ ચાર્જ હોય છે. એટલે કે, જો તમે એસી ફર્સ્ટ કલાસ ટિકિટ કેન્સલ કરો છો, તો તેનો ચાર્જ અલગ હશે અને જો તમે એસી ટુ-ટિયર, થ્રી-ટિયર, સ્લીપર, સેકન્ડ કલાસ વગેરે કેનસ્લ કરો છો, તો તેમના ચાર્જ પણ અલગ છે.

IRCTC અનુસાર, ટિકિટ કેન્સલ કરવાના પહેલાનો સમય, ટિકિટ કેન્સલેશન ચાર્જ તેના પર નિર્ભર કરે છે. ચાર્ટ તૈયાર થયા બાદ, ટિકિટ કેન્સલેશન માટે ટ્રેન ટિકિટ કેન્સલેશન ચાર્જ અલગ છે.

જો તમે ટ્રેનના પ્રસ્થાનના ૪૮ કલાક પહેલા તમારી કન્ફર્મ ટિકિટ કેન્સલ કરો છો, તો એસી ફર્સ્ટ કલાસ માટે ૨૪૦ રૂપિયા, એસી ટુ-ટિયર માટે ૨૦૦ રૂપિયા, એસી થ્રી-ટાયર માટે ૧૮૦ રૂપિયા, સ્લીપર કલાસ માટે ૧૨૦ રૂપિયા અને ૬૦ રૂપિયા કાપવામાં આવશે.

જો તમે ટ્રેન ઉપડ્યાના ૪૮ કલાકથી ૧૨ કલાકની વચ્ચે ટિકિટ કેન્સલ કરો છો, તો ટિકિટના ૨૫% રૂપિયા કપાશે તેમજ તેના પર GST પણ લાગુ પડશે, જે તમારે ચૂકવવો પડશે. જો ટ્રેન ઉપડ્યાના ૧૨ કલાકથી ચાર કલાકની અંદર ટિકિટ કેન્સલ કરવામાં આવે તો અડધી ટિકિટ ઉપરાંત જીએસટી ચાર્જ ચૂકવવો પડશે. જો તમે ટીડીઆર ઓનલાઈન ભરતા નથી અને ટ્રેન ઉપડ્યાના ચાર કલાકમાં કન્ફર્મ ટિકિટ કેન્સલ કરો છો, તો કોઈ રિટર્ન આપવામાં આવશે નહીં એટલે કે પૂરી ટિકિટના પૈસા કપાઈ જશે.

સૌથી પહેલા IRCTC ઈ-ટિકિટિંગ સર્વિસ વેબસાઈટ પર જાઓ અને યુઝરનેમ અને પાસવર્ડથી લોગીન કરો. આ પછી My Transactions પર જાઓ અને Booked Ticket History પર કિલક કરો. અહીં બુક કરેલી ટિકિટ દેખાશે, તેને કેન્સલ કરવા માટે, 'કેન્સલેશન' ઓપ્શન પર કિલક કરો, પછી કન્ફર્મ ટિકિટ કેન્સલ ઓપ્શન પર કિલક કરો. આ પછી તમારી ટિકિટ કેન્સલ થશે અને તમારા ખાતામાં પૈસા આવશે.

(2:48 pm IST)