Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

57 ચાઈલ્ડ કેર હોમના લાઇસન્સ રિન્યુ કરવાનો CWCD નો ઇન્કાર : નવ NGOએ બોમ્બે હાઈકોર્ટેના દ્વાર ખખડાવ્યા : અરજદારોને સાંભળ્યા વિના નિર્ણય લેવા વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટે વાંધો ઉઠાવ્યો :16 સપ્તાહની અંદર અંતિમ નિર્ણય લેવા CWCDને નામદાર કોર્ટનો નિર્દેશ


મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, 2015 હેઠળ ઓછામાં ઓછા 57 એનજીઓના લાયસન્સ રિન્યુઅલ દરખાસ્તોને સાંભળ્યા વિના અથવા તેમને તક આપ્યા વિના ફગાવી દેવાના કમિશનર ઑફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ (CWCD)ના નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે.

ઔરંગાબાદ બેન્ચ જસ્ટિસ મૃગેશ પાટીલ અને સંદીપ માર્નેની ડિવિઝન બેન્ચે વિમેન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ કમિશ્નર (CWCD)ને ઓછામાં ઓછા નવ NGOની દરખાસ્તો પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો જેણે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

પિટિશનર મધર ટેરેસા બાલશ્રમ, ઇન્દિરા બાલ ગૃહ અને અન્ય ઘણી એનજીઓ જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ, 2000 હેઠળ નોંધાયેલા હતા, હાઈકોર્ટના અગાઉના આદેશ દ્વારા તેઓને તેમના લાયસન્સ રિન્યુઅલ માટે અરજી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. CWCD દ્વારા લાયસન્સ રિન્યુઅલની તેમની દરખાસ્તને ફગાવી દેવાયા બાદ તેમણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

કોર્ટે 16 અઠવાડિયાની અંદર અંતિમ નિર્ણય લેવા CWCD નિર્દેશ આપ્યો હતો તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:13 pm IST)