Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

રેસલર બજરંગ પુનિયાની કમાલ, વર્લ્‍ડ ચેમ્‍પિયનશીપમાં જીત્‍યો બ્રોન્‍ઝ

નવી દિલ્‍હીઃ ભારતના સ્‍ટાર રેસલર બજરંગ પુનિયાએ વર્લ્‍ડ રેસલિંગ ચેમ્‍પિયનશિપમાં ઈતિહાસ રચ્‍યો છે. બજરંગે વર્લ્‍ડ રેસલિંગ ચેમ્‍પિયનશિપમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો છે. વર્લ્‍ડ રેસલિંગ ચેમ્‍પિયનશિપમાં બજરંગ પુનિયાનો આ ચોથો મેડલ છે. આ સાથે બજરંગ આ ચેમ્‍પિયનશિપમાં આ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. બજરંગે અગાઉ ૨૦૧૩ અને ૨૦૧૯ ચેમ્‍પિયનશિપમાં પણ બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો. જયારે ૨૦૧૮ વર્લ્‍ડ ચેમ્‍પિયશપિમાં સિલ્‍વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.

ટોકયો ઓલિમ્‍પિકના બ્રોન્‍ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ બ્રોન્‍ઝ મેડલ મુકાબલામાં પ્‍યુર્તો રિકોના પહેલવાન સેબેસ્‍ટિયન સી રિબેરાને ૧૧-૯થી હાર આપી હતી. અગાઉ, બજરંગ કવાર્ટર ફાઈનલમાં અમેરિકાના માઈકલ ડાયકોમિહાલિસ સામે હારી ગયો હતો. જે બાદ તે રેપેચેજ રાઉન્‍ડ હેઠળ બ્રોન્‍ઝ મેડલ માટે કવોલિફાય થયો હતો.

(11:56 am IST)