Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ચંદીગઢ યુનિવર્સિટીમાં ચાલી રહેલો વિવાદ સમાપ્ત : નહાતી છોકરીઓનો વાંધાજનક વીડિયો વાઇરલ થવા મામલે ચાલી રહેલા વિરોધનો અંત :યુનિવર્સિટી પ્રશાસને વિદ્યાર્થીઓની તમામ માંગણીઓ સ્વીકારી લીધી : 2 વોર્ડન સસ્પેન્ડ, 6 દિવસ માટે યુનિવર્સિટી બંધ :વિરોધમાં સામેલ વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે

ચંદીગઢ : પંજાબની ચંદીગઢ યુનિવર્સિટીમાં છોકરીઓના વાંધાજનક વીડિયોને લઈને ચાલી રહેલો વિવાદ હવે સમાપ્ત થતો જણાય છે. વિદ્યાર્થીઓએ આ મુદ્દે પોતાનો વિરોધ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, યુનિવર્સિટી પ્રશાસને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારી લીધી છે. વિરોધમાં સામેલ કોઈપણ વિદ્યાર્થી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં તે અંગે સહમતિ બની છે. તેમજ 2 હોસ્ટેલ વોર્ડનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તથા 6 દિવસ માટે યુનિવર્સિટી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

નહાતી વિદ્યાર્થીનીઓના વીડિયો લીક થયાની 'અફવાઓ'ને પગલે મધ્યરાત્રિ પછી યુનિવર્સિટીમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલી  વિદ્યાર્થીનીનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે જપ્ત કરવામાં આવ્યો છે.

હાલમાં ચંદીગઢ યુનિવર્સિટી 6 દિવસ (24 સપ્ટેમ્બર) માટે બંધ છે. ઘણા વિદ્યાર્થીઓ તેમના ઘરે પણ જવા લાગ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોસ્ટેલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં ડ્રેસ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ સિવાય આ મામલે વિદ્યાર્થીઓની 10 સભ્યોની કમિટી બનાવવામાં આવશે, જેને કેસ સાથે સંબંધિત દરેક અપડેટ આપવામાં આવશે.

અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ થઇ છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે યુવતીની ધરપકડ કરી હતી. આ સિવાય હિમાચલ પ્રદેશમાંથી 23 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે, જે તે યુવતીનો બોયફ્રેન્ડ જણાવવામાં આવી રહ્યો છે. યુવકની ધરપકડ કરીને પંજાબ પોલીસને સોંપવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશ પોલીસે આ કેસમાં અન્ય 31 વર્ષીય યુવકની પણ ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:40 am IST)