Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ચોમાસુ આગામી ત્રણ દિવસમાં વિદાય લેવાનું શરૂ કરશે

ગરમીને બદલે ગુલાબી ઠંડકનો અહેસાસ થશે

નવી દિલ્‍હી તા. ૧૯ : દિલ્‍હી એનસીઆરના લોકો ચોમાસાની વિદાયના સમયે જોરદાર ગરમી અનુભવી રહ્યા હશે, પરંતુ ટૂંક સમયમાં જ તેઓને તેનાથી રાહત મળવા લાગશે. વધુમાં વધુ બે સપ્તાહમાં સવારે અને સાંજે ઠંડીના સંકેતો અનુભવાશે. ઓક્‍ટોબરની શરૂઆતમાં, તાપમાન સામાન્‍ય રહેવાની ધારણા છે જયારે મહિનાના મધ્‍યભાગથી તે સામાન્‍ય કરતાં ઓછું રહેવાની ધારણા છે. જો કે, યોગ્‍ય શિયાળા માટે, આપણે નવેમ્‍બર સુધી રાહ જોવી પડશે.
હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર ૨૧જ્રાકદ્મક પશ્ચિમ રાજસ્‍થાન, દક્ષિણ હરિયાણા અને પંજાબમાંથી ચોમાસાની વિદાય શરૂ થશે. તેની સામાન્‍ય તારીખ ૧૭-૧૮ સપ્‍ટેમ્‍બર છે. ૨૭-૨૮ની આસપાસ તે દિલ્‍હી એનસીઆરથી   રવાના થશે. અહીં તેની સામાન્‍ય તારીખ ૨૫ સપ્‍ટેમ્‍બર છે. ત્‍યારબાદ ૩૦મી સુધીમાં તે સમગ્ર ઉત્તર ભારતમાંથી રવાના થશે. અત્‍યારે પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફ ફૂંકાઈ રહી છે, જેમાં ગરમી અને ભેજ પણ છે.
ચોમાસાની વિદાય બાદ પવનની દિશા ઉત્તર-પヘમિ તરફ વળશે. તે જમ્‍મુ-કાશ્‍મીરથી આવશે. આ સાથે પહાડોની ઠંડક પણ દિલ્‍હી એનસીઆર સુધી પહોંચવા લાગશે. હવામાનશાષાીઓનું કહેવું છે કે પવનની દિશા બદલાવાની સાથે સવાર અને સાંજના હવામાનમાં તફાવત અનુભવાવા લાગશે. આ પછી, ઓક્‍ટોબરના પહેલા ભાગમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફાર પણ જોવા મળશે. હાલમાં જે તાપમાન સામાન્‍યથી ઉપર ચાલી રહ્યું છે તે સામાન્‍યથી નીચે આવી જશે. આ સાથે ગરમીને બદલે ગુલાબી ઠંડકનો અહેસાસ થશે.
દિલ્‍હી માટે આ ચોમાસાની સિઝન બહુ સારી સાબિત થઈ નથી. આ જ કારણ છે કે આ વખતે સામાન્‍ય કરતાં ૩૮ ટકા ઓછો વરસાદ થયો છે. દિલ્‍હીની સ્‍ટાન્‍ડર્ડ ઓબ્‍ઝર્વેટરી સફદરજંગ ખાતે જૂન, ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બર મહિનામાં સામાન્‍ય કરતાં ઓછો વરસાદ નોંધવામાં આવ્‍યો હતો. જૂન મહિનામાં સામાન્‍ય કરતાં ૬૭ ટકા, ઓગસ્‍ટમાં સામાન્‍ય કરતાં ૮૨ ટકા, સપ્‍ટેમ્‍બરમાં સામાન્‍ય કરતાં અત્‍યાર સુધીમાં ૫૩ ટકા ઓછો વરસાદ થયો છે. જુલાઈમાં જ સામાન્‍ય કરતાં વધુ વરસાદ થયો છે.
મહેશ પાલાવત (ઉપપ્રમુખ (હવામાનશાષા અને હવામાન પરિવર્તન), સ્‍કાયમેટ વેધર) કહે છે કે ચોમાસાની વિદાય સાથે પવનની દિશા બદલાય છે. જેમ જેમ પવનની દિશા બદલાય છે તેમ હવામાન પણ બદલાય છે. ઓક્‍ટોબરની શરૂઆતમાં, સવાર અને સાંજમાં ફેરફાર થશે, જયારે મહિનાના મધ્‍યમાં, તાપમાનમાં ઘટાડો જોવા મળશે.
આ દરમિયાન ઠંડીનો દસ્‍તક જ પડશે, પરંતુ ખરી ઠંડી નવેમ્‍બર મહિનાની શરૂઆતથી શરૂ થશે. આ પછી લોકોને ગરમ કપડાની જરૂરિયાત અનુભવવા લાગશે.

 

(11:51 am IST)