Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ચીન આક્રમણ કરશે તો અમેરિકા તાઇવાનને બચાવશે

તાઇવાન પર હુમલાના સપના જોનાર ચીનને તગડો ઝટકો

વોશિંગ્‍ટન તા. ૧૯ : ચીન તાઈવાનને હડપી લેવા આતુર છે અને તેણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ચીનના વિમાનો અવારનવાર તાઈવાનની સીમામાં પ્રવેશ પામી રહ્યાં છે અને તે તાઈવાનને કબજે કરવા ટાંપીને બેઠું છે આવી સ્‍થિતિમાં હવે અમેરિકાએ સત્તાવાર રીતે તાઈવાનને સપોર્ટ જાહેર કરી દીધો છે.
બાયડને કહ્યું કે અમેરિકી દળો તાઇવાનનો બચાવ કરશે. રવિવારે જાહેર કરવામાં આવેલા સીબીએસના એક ઇન્‍ટરવ્‍યુમાં, બાયડનને પૂછવામાં આવ્‍યું હતું કે શું યુએસ દળો ચીન દ્વારા દાવો કરવામાં આવેલા ટાપુનો બચાવ કરશે. આના પર અમેરિકી રાષ્ટ્રપતિએ ‘હા' કહી હતી.
વ્‍હાઇટ હાઉસના પ્રવક્‍તાએ પણ સ્‍પષ્ટ કર્યું છે કે તાઇવાન માટે અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરવામાં આવ્‍યા નથી. ‘રાષ્ટ્રપતિ આ પહેલા પણ આ વાત કહી ચૂક્‍યા છે, જેમાં આ વર્ષે ટોક્‍યોનો પણ સમાવેશ થાય છે. તેમણે એ પણ સ્‍પષ્ટ કરી દીધું છે કે અમારી તાઇવાન નીતિમાં કોઇ ફેરફાર થયો નથી એ વાત સાચી છે.'
ઉલ્લેખનીય છે ચીન તાઈવાન પર કબજાની ફિરાકમાં છે અને ગમે ત્‍યારે હવાઈ હુમલા કરી શકે તેવી સંભાવના છે. જોકે ટચુકડો તાઈવાન પણ પાછો પડે તેવો નથી અને હવે તો અમેરિકાએ તેને ટેકો જાહેર કરી દીધો છે.

 

(11:41 am IST)