Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ચંદીગઢ યુનિવર્સીટીના MMS કેસમાં શિમલાથી આરોપીની ધરપકડ:યુનિવર્સિટીમાં અભ્યાસ બંધ

પોલીસે આ કેસમાં આરોપી યુવકની શિમલાથી ધરપકડ કરી:આ પહેલા પંજાબ પોલીસે આરોપી લેન્ડકીની ધરપકડ કરી હતી:છોકરીઓના વાંધાજનક વીડિયો વાયરલ (MMS) કરવાનો આરોપ

ચંદીગઢ યુનિવર્સિટીમાં છોકરીઓનો વીડિયો લીક થવાનો મામલો આજે જોર પકડી રહ્યો છે. યુનિવર્સિટી બહાર વિધાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ પ્રદર્શન કરી રહ્યા છે. આખા દેશમાં આને લઈને રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર , પોલીસે આ કેસમાં આરોપી યુવકની શિમલાથી ધરપકડ કરી છે. આ કેસમાં આ બીજી ધરપકડ છે. આ પહેલા પંજાબ પોલીસે આરોપી લેન્ડકીની ધરપકડ કરી હતી, જેના પર છોકરીઓના વાંધાજનક વીડિયો વાયરલ (MMS) કરવાનો આરોપ છે. બીજી તરફ ચંદીગઢ યુનિવર્સિટીમાં જબરદસ્ત હંગામો ચાલી રહ્યો છે. ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવેલી VC ઓફિસ તરફ કૂચ કરી રહ્યા છે જેને કારણે યુનિવર્સિટીમાં અભ્યાસ પણ બંધ છે.

જે યુવતીએ આ વીડિયો ઉતાર્યા હતા, તેના ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ પહેલા તપાસ કરી રહેલા મોહાલીના એસપી નવરીત સિંહ વિર્કે જાણકારી આપતા કહ્યુ છે કે, હમણા સુધીની તપાસમાં આરોપી યુવતીના ફોનમાંથી ફક્ત તેના જ કેટલાક આપત્તિજનક વીડિયો મળ્યા છે. જે તેણે પોતાના બોયફ્રેન્ડને મોક્યલા હતા. તે સિવાય અન્ય કોઈ યુવતીના વીડિયો મળ્યા નથી. બીજી યુવતીઓના વીડિયો ડિલીટ તો નથી થયા ને, તે વાતની તપાસ પણ થઈ રહી છે.

 

(9:41 am IST)