Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ભારત અમેરિકાને પાછળ છોડી કોરોનાની રિકવરીમાં પ્રથમ સ્થાને પહોંચ્યુઃ વિશ્વમાં સૌથી વધુ ભારતમાં ૪૨ લાખથી વધુ દર્દીઓ સાજા થયા

નવી દિલ્હી:,તા. ૧૯કોરોનાને કારણે દેશમાં સમસ્યા સતત વધી રહી છે. તેના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જો કે આમાં સૌથી સારી વાત એ છે કે ભારતમાં રિકવરી રેટ સૌથી સારો છે. રિકવરીની બાબતમાં તે વિશ્વમાં સૌથી આગળ નિકળી ગયો છે. રિકવરીમાં ભારતે અમેરિકાને પાછળ છોડી વિશ્વનો પ્રથમ નંબરનો દેશ બન્યો છે.

અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાથી ૪૨ લાખ ૫ હજાર ૨૦૧ લોકો સ્વસ્થ થયા છે. વિશ્વમાં એક દિવસમાં ૩ લાખ ૧૪ હજાર ૨૪૦ કેસ નોંધાયા છે

ભારતમાં કોરોનાના રિકવર દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં સૌથી વધુ રિકવર દર્દીઓ ભારતમાં છે. રિકવર દર્દીઓની વૈશ્વિક યાદીમાં ભારત પ્રથમ ક્રમે આવી જતા રાહતના શ્વાસ લેવાયા છે. શ્લ્ખ્દ્મક આગળ નીકળી ભારત પ્રથમ સ્થાને પહોંચ્યું છે. ભારતમાં રિકવર દર્દીઓની સંખ્યા ૪૨ લાખને પાર થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે. એક દિવસમાં ૯૨ હજાર ૭૮૮ કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ ૫૩ લાખ ૫ હજાર ૪૭૫ થયા છે. જયારે અહીં કોરોનાના એકટીવ કેસ ૧૦ લાખ ૧૩ હજાર ૯૦૭ છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાથી ૪૨ લાખ ૫ હજાર ૨૦૧ લોકો સ્વસ્થ થયા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી ૧ હજાર ૨૨૧ લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાથી કુલ ૮૫ હજાર ૬૨૫ લોકોના મૃત્યુ થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોની સંખ્યા ૧૧,૬૭,૪૯૬ છે. આંધ્રપ્રદેશમાં ૬,૦૯,૫૫૮ કેસ નોંધાય છે. તમિલનાડુમાં અત્યાર સુધી ૫,૩૦,૯૦૮ કોરોનાગ્રસ્ત થયા છે. જયારે કર્ણાટકમાં આ આંક ૫,૦૨,૯૮૨ છે. તો ઉત્ત્।રપ્રદેશમાં ૩,૪૨,૭૮૮ કેસ નોંધાયા છે.

વિશ્વમાં પણ કોરોના વકરતો રહ્યો છે. એક દિવસમાં ૩ લાખ ૧૪ હજાર ૨૪૦ કેસ નોંધાયા છે. જયારે એક દિવસમાં ૫ હજાર ૪૫૫ લોકોના કોરોનાથી વિશ્વમાં મૃત્યુ થયા છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસ ૩ કરોડ ૬ લાખ ૮૫ હજાર ૬૦૯ રિકવર થયા છે. વિશ્વમાં કોરોનાના એકટીવ કેસ ૭૪ લાખ ૮૧૦ છે. નોંધનીય છે કે કોરોનાના એક દિવસમાં વિશ્વમાં નોંધાયેલા કેસ ૩ લાખને પાર થયા છે. ૫ હજાર ૪૫૫ લોકોના એક દિવસમાં મૃત્યુ પામ્યા છે.

જેમાં અમેરિકામાં ૬૯,૨૫,૯૪૧ કોરોનાના કેસ સામે આવ્યા છે. જયારે બ્રાઝિલમાં અત્યાર સુધીમાં ૪૪,૯૭,૪૩૪ કેસ નોંધાયા છે. જયારે રશિયામાં ૧૦,૯૧,૧૮૬, પેરુમાં ૭,૫૬,૪૧૨ અને કોલંબિયામાં ૭,૫૦,૪૭૧ કેસ સામે આવ્યા છે.

(12:46 pm IST)