Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

લોકતંત્રના મહાપર્વનો આજથી રંગેચંગે પ્રારંભ

૨૧ રાજ્‍યોની ૧૦૨ બેઠકો માટે સવારથી મતદાનનો પ્રારંભ : સાંજે ૬ સુધી ચાલશે : ૧૬૨૫ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કરતાં ૧૬.૬૩ કરોડ મતદારો : ગડકરી સહિત ૮ કેન્‍દ્રીય મંત્રીઓ, બે પૂર્વ મુખ્‍યમંત્રી અને એક પૂર્વ રાજ્‍યપાલ મેદાનમાં : સવારથી અનેક મતકેન્‍દ્રોમાં લાંબી-લાંબી લાઇનો

વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વનોᅠઆજથી પ્રારંભ થયો છે.ᅠ લોકસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. પ્રથમ ચરણમાંᅠ૨૧ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ લોકસભા બેઠકો પર આજે મતદાન થશે. પ્રથમ તબક્કાના મતદાનમાં મોદી સરકારના ૮ મંત્રીઓ અને ત્રણ પૂર્વ મુખ્‍યમંત્રીઓ અને એક પૂર્વ રાજયપાલની હારજીત ઈવીએમમાં કેદ થશે. આ ઉપરાંત પણ અનેક VIP બેઠકો એવી છે જેના પર લોકોની નજરો ટકેલી છે. મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્‍યાથી સાંજના ૬ વાગ્‍યા સુધી ચાલશે.ᅠ

વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ દરેકને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, ‘લોકસાહીનો સૌથી મોટો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૨૧ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો માટે મતદાન થશે. હું આ તમામ બેઠકોના મતદારોને વિનંતી કરું છું કે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે.' પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા મારા યુવા મિત્રોને મારી ખાસ અપીલ છે કે તેઓ મોટી સંખ્‍યામાં મતદાન કરે. લોકશાહીમાં, દરેક મત કિંમતી છે અને દરેક અવાજ મહત્‍વપૂર્ણ છે! મતદાન કેન્‍દ્રો પર સવારથી જ લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. મતદારોમાં ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.ᅠ

આ ચૂંટણીમાં અનેક દિગ્‍જ્જોᅠજેમ કે નીતિન ગડકરી,કિરણ રિજિજૂ, સર્બાનંદ સોનોવાલ, અર્જુન રામ મેઘવાલ, ચિદમ્‍બરમᅠ સહિત ૧૫ નેતાઓ મેદાનમાં ઉતરશે. પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશ, મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન, તમિલનાડુ, આસામ, બિહાર, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, પ્રશ્ચિમ બંગાળ, મણિપુર, છત્તીસગઢ સહિત અન્‍ય રાજયોમાં મતદાન થઈ રહ્યું છે. જે રાજયોમાં મતદાન થશે તેમાં જમ્‍મુ અને કાશ્‍મીર, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, લક્ષદ્વીપ, પુડુચેરી, સિક્કિમ, નાગાલેન્‍ડ, આંદામાન અને નિકોબારનો પણ સમાવેશ થાય છે

લોકસભા ચૂંટણી માટે પ્રથમ ચરણ માટે ૧૦૨ સીટો પર મતદાન થશે. જેમા ૧૬૨૫ ઉમેદવારો મેદાને છે, જેમા ૧૪૯૧ પુરુષો અને ૧૩૪ મહિલા ઉમેદવારો મેદાને છે. જેમાંથી અનેક એવા ચહેરા જે પહેલીવાર કિસ્‍મત અજમાવી રહ્યા છે. તો કેટલાક એવા ચહેરા પણ છે જે છેલ્લા લાંબા સમયથી જીતની ગેરંટી બની રહ્યા છે. પહેલા તબક્કામાં પશ્ચિમી યુપી, રાજસ્‍થાન, પヘમિ બંગાળ, સહિત ૨૧ રાજયો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થશે. જેમા સૌથી વધુ નજરો તમિલનાડુ પર ટકેલી રહેશે. અહીં રાજયની તમામ બેઠકો પર પ્રથમ ચરણમાં જ મતદાન સંપન્ન થઈ જશે.

પ્રથમ ચરણમાં પ્રશ્ચિમી ઉત્તરપ્રદેશની ૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં રાજસ્‍થાનની ૧૨, ઉત્તરાખંડની તમામ ૫ બેઠકો, બિહારની ૪ બેઠકો, પશ્ચિમ બંગાળની ૪ બેઠકો, તમિલનાડુની તમામ ૩૯ બેઠક પર ચૂંટણી થશે, આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશની ૨, અસમની ૪, મધ્‍યપ્રદેશી ૬, મણિપુરની ૨, મેઘાલયની ૨, નાગાલેન્‍ડ ત્રિપુરા સહિત ૨૧ રાજયોની ૧૦૨ બેઠકો પર મતદાન થવાનુ છે. તેમા કેટલીક બેઠકો VIP જેના પર સત્તાધારી પાર્ટી અને વિપક્ષના મોટા નેતા ચૂંટણીના રણમાં છે.

બીજી તરફ મધ્‍ય પ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથની છિંદવાડા બેઠક પર પણ મતદાન યોજાઇ રહ્યું છે. તમિલનાડુની શિવગંગા બેઠક પણ હાઇપ્રોફાઇલ છે.કોંગ્રેસ તરફથી પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પી.ચિદમ્‍બરમના પુત્ર કાર્તિ ચિદમ્‍બરમ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. કાર્તિ ૨૦૧૯માં અહીંથી જ સાંસદ ચૂંટાયા હતા.

(11:04 am IST)