Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પુત્રવધૂને ચૂંટણી લડાવવા માટે સસરાએ ભૂંડ વેચી નાંખ્‍યા

છત્તીસગઢનો અજબ-ગજબ કિસ્‍સો :એક પણ ઇંચ જમીન ન ધરાવતો માયારામ ભૂંડને પાળવાનું કામ કરે છે

 

રાયપુર, તા. ૧૮ લોકસભા ચૂંટણી આજથી શરૂ થઈ રહી છે ત્‍યારે, છત્તીસગઢના જાંજગીર- ચાંપા જિલ્લામાંથી એક રસઙ્ઘદ કિસ્‍સો સામે આવ્‍યો છે. આ વિસ્‍તારમાંથી એક સસરાએ પોતાની પુત્રવધુને ચૂંટણી મેદાનમાં ઉતારી છે.

એક રિપોર્ટ મુજબ, છત્તીસગઢના જાંજગીર-ચાંપા જિલ્લાના રહેવાસી માયારામ નટે ભૂંડ વેચીને પુત્રવધુ માટે ચૂંટણીનું ફોર્મ ખરીધું છે. તેમણે પુત્રવધુ વિજય લક્ષ્મીને અસંખ્‍ય સમાજ પાર્ટીને ટિકિટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી છે. મહંત ગામના રહેવાસી માયારામ

નટનો સમાજ કરતબ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. જ્‍યારે, એક ઈંચ પણ જમીન ન ધરાવતા માયારામ ભૂંડને પાળવાનું કામ કરે છે. તેમની પાસે ૧૦૦ જેટલા ભૂંડ છે. તેમણે કાર ભાડે લઈને ઙ્કચાર કરવા માટે લગભગ રૂ. ૩ લાખ ભેગા કર્યા છે.

માયારામને ૨૦૦૦ની સાલમાં ચૂંટણી લડવાની ઈચ્‍છા થઈ હતી. ત્‍યારબાદથી તેમણે દરેક ચૂંટણીમાં હારનો સ્‍વાદ ચાખ્‍યો છે અને પત્‍નીને પણ ચખાડ્‍યો છે. હવે, પુત્રવધુ પણ તેમના શોખ ખાતર ચૂંટણી મેદાનમાં ઉતરી છે

(10:55 am IST)