Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

LAC પર કાલે બંને સેનાઓ વચ્ચે ૧૦માં દોરની બેઠક

ડ્રેગનની દરેક ચાલ પર ભારતની નજર

નવી દિલ્હી તા. ૧૯ : લદ્દાખમાં પેંગોંગ ઝીલ પાસે ભારત અને ચીનના સૈનિકોની વાપસીની પ્રક્રિયા વચ્ચે કાલે ફરીથી બંને દેશોની કોર કમાંડર સ્તરની વાતચીત થવાની છે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ આ વાતચીત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન તરફથી મોલ્ડોમાં થશે જયાં ૯માં દોરની પણ વાત થઈ હતી અને સેનાઓની વાપસી પર ઠોસ સંમતિ બની શકી હતી. આ વાતચીત કાલે સવારે ૧૦ વાગે થશે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ આ દોરની વાતચીતમાં બંને દેશની સેના પેંગોંગ ઝીલના દક્ષિણ અને ઉત્તર કિનારે સેનાઓની વાપસી બાદ બાકી તણાવવાળી જગ્યાએથી સેનાની વાપસી માટે ચર્ચા કરશે.

ભારતીય સેનાએ વીડિયો અને ફોટો જાહેર કરીને બતાવ્યુ હતુ કે પેંગોંગ ઝીલ વિસ્તારમાંથી કેવ રીતે ચીનની સેના પાછી જઈ રહી છે. તેણે ત્યાં બનાવેલા પોતાના ઈન્ફ્રાસ્ટ્રકચરને પણ હટાવી લીધા છે એવા ફોટા સામે આવી ચૂકયા છે. માહિતી મુજબ એ ફોટા પેંગોંગ ઝીલના ઉત્ત્।ર કિનારે અને દક્ષિણ કિનારાના કૈલાશ રેંજના છે. ફોટામાં તેમના તૂટેલા બંકર અને અસ્થાયી ઢાંચા જેસીબી અને હાથેથી પણ હટાવવામાં આવી રહ્યા હતા.

બંને દેશોની સેનાઓ વચ્ચે જે સંમતિ બની છે તે મુજબ બંનેએ મે, ૨૦૨૦ વાળી સ્થિતિમાં પાછુ જવાનુ છે. સેનાઓની વાપસીની આ પ્રક્રિયા બંને સેનાઓના નિરીક્ષણમાં થઈ રહી છે અને જો ૧૦માં દોરની વાતચીતમાં સંમતિ બની તો માનવામાં આવી શકે છે કે પહેલા દોરમાં સેનાઓની વાપસીનુ કામ લગભગ પૂરુ કરવામાં આવી ચૂકયુ છે. કારણકે સેનાના એક અધિકારીએ જણાવ્યુ કે પેંગોંગ પાસે સેનાઓની વાપસીની ખાતરી થઈ ગયાના ૪૮ કલાક બાદ જ કોર-કમાંડર સ્તરની આગલા દોરની વાત થશે.

પેંગોંગ ઝીલથી સેનાઓની વાપસીની પ્રક્રિયા પૂરી થયા બાદ દેસપાંગ અને ગોગરા-હોટ સ્પ્રિંગ વિસ્તારથી સેનાઓના પાછળ હટવા અંગે વાતચીત થવાની સંભાવના છે. આ પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ સ્પષ્ટ કર્યુ હતુ કે વાસ્તવિક નિયંત્રણ રેખાના બીજા સેકટરથી પણ વાપસીની પ્રક્રિયા પર વાતચીત થશે. માટે માનવામાં આવી રહ્યુ છે કે આ દોરમાં આ બંને સેકટર પર ફોકસ રહેવાની સંભાવના છે.

 

(4:58 pm IST)