Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોનાનો કહેર હજુ રહેશે, ચાર અબજને અસર થશે

ચીનના ટોચના નિષ્ણાતની ચેતવણી

બેઈજિંગ : આખી દુનિયાને કોરોનાનો ચેપ લગાડનારા ચીનના એક નિષ્ણાતે હવે વધુ એક ભયંકર આગાહી કરી છે. ચીનના એક ટોચના તજજ્ઞે આગાહી કરી છે કે, જો આ વાયરસ ફેલાતો નહીં અટકે તો દુનિયાની કુલ વસતીના ૬૦ થી ૭૦ ટકા લોકો એટલે કે લગભગ ચાર અબજ લોકોને તેનો ચેપ લાગી શકે છે.

શ્વાસને લગતી બીમારીઓના નિષ્ણાત જોંગ નાનશાને કહ્યુ હતુ કે, દુનિયામાં બહુ મોટા પાયે કોરોનાની રસી લોકોને લગાવવાની જરુર છે.શુક્રવારે એક ઓનલાઈન કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસ આગામી વર્ષે પણ વસંત ઋતુ સુધી યથાવત રહી શકે છે.

તેમણે કહ્યું હતું કે, આખી દુનિયામાં લોકોને કોરોનાની રસી પહોંચાડવામાં એક થી બે વર્ષ લાગી જશે અને તેમાં વૈશ્વિક સહોયગની જરૂર પડશે. ચીનના આ નિષ્ણાતની આગાહી એવા સમયે થઈ છે જ્યારે દુનિયામાં કોરોના વાયરસના કારણે ૩ કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે અને ૯.૫૦ લાખ લોકો મોતને ભેટી ચુક્યા છે.

(9:31 pm IST)