Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોનાથી ૨૦ ટકા સંક્રમિત બાકી બચેલા ૮૦ ટકા લોકો સુધી વાયરસ પહોંચાડે છે : અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હી : કોરોના વાયરસથી સંક્રમિત ૨૦ ટકા દર્દીઓએ બાકીના ૮૦ ટકા સુધી વાયરસ ફેલાવ્યો છે. હોન્ગકોંગમાં પ્રથમ ૧૦૩૮ કોરોના સંક્રમિતોને લઇને થયેલા અભ્યાસમાં આ બાબતનો ખુલાસો થયો છે. તેમાં જણાવાયું છે કે, જરૂરી નથી કે સંક્રમિત થનાર દરેક વ્યકિત બીજા સુધી તેને પહોંચાડે છે જ્યારે કોવિડની લપેટમાં આવનાર કેટલાક લોકો આ વાયરસથી અનેક બીજા લોકોને સંક્રમિત કરી શકે છે.

(11:13 am IST)