Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈની એફઆઈઆર રદ કરવાની અનિલ દેશમુખની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી : સીબીઆઈની તપાસ માટે બોમ્બે હાઇકોર્ટે આપેલા આદેશમાં કોઈ ભૂલ નથી : સુપ્રીમ કોર્ટ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને એમઆર શાહની બેન્ચનું મંતવ્ય

ન્યુદિલ્હી : ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈની એફઆઈઆર રદ કરવાની અનિલ દેશમુખની પિટિશન સુપ્રીમ કોર્ટ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને એમઆર શાહની બેન્ચએ ફગાવી દીધી છે. તથા જણાવ્યું છે કે  સીબીઆઈની તપાસ માટે બોમ્બે હાઇકોર્ટે આપેલા આદેશમાં કોઈ ભૂલ નથી . અરજી ફગાવી દેતા પહેલા નામદાર કોર્ટે દેશમુખ અને સીબીઆઈ બંનેની દલીલો સાંભળી હતી.

મહારાષ્ટ્રના પૂર્વ હોમ મિનિસ્ટર અનિલ દેશમુખે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહના આરોપો પર નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એફઆઈઆર રદ કરવાની માંગણી કરી હતી.જેના અનુસંધાને દેશમુખના એડવોકેટ અમિત દેસાઈએ રજૂઆત કરી હતી કે રાજ્યમાં તપાસ કરવાના સીબીઆઈના અધિકારક્ષેત્રનો ઉપયોગ રાજ્યની પૂર્વ સંમતિથી જ થઈ શકે છે.જેના સમર્થનમા તેમણે લલિતા કુમારી વિરુદ્ધ યુપી સરકારના ચુકાદો ટાંક્યો હતો. તથા કલમ 17 એ નું અર્થઘટન રજૂ કર્યું હતું.

સામે પક્ષે એડિશનલ સોલિસિટર જનરલ અમન લેખીએ દલીલ કરી હતી કે તપાસ હાઈકોર્ટના આદેશ પર આધારિત છે અને કોઈપણ વૈધાનિક કાયદા બંધારણીય અદાલતની સત્તાને બાકાત અથવા ઘટાડી શકે નહીં.
બંને પક્ષોની દલીલ સાંભળી નામદાર કોર્ટે અનિલ દેશમુખની પિટિશન ફગાવી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:36 pm IST)