Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

'ઇ-ઇમરજન્સી એક્સ-મિસ્ક વિઝા' : અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ મચાવેલા હાહાકાર વચ્ચે ભારત સરકારે શરૂ કરેલી નવી ઈ-વિઝા પોલિસી : નાત , જાત ,કે ધર્મના ભેદભાવ વિના તમામ અફઘાની નાગરિકો અરજી કરી ભારતમાં આશ્રય મેળવી શકશે : કાબુલ ખાતેનું ભારતીય દૂતાવાસ બંધ કરાયું હોવાથી રૂબરૂ હાજર થયા વિના ઈ વિઝા દ્વારા પ્રવેશ અપાશે


ન્યુદિલ્હી : અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ મચાવેલા હાહાકારને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થતાં ભારતમાં અફઘાની નાગરિકોને પ્રવેશ માટેની  અરજીઓનો ઝડપી નિકાલ કરવાનો ભારત સરકારે નિર્ણય કર્યો છે. જે માટે ઇલેક્ટ્રોનિક વિઝાની નવી શ્રેણી-'ઇ-ઇમરજન્સી એક્સ-મિસ્ક વિઝા' શરૂ કરી છે.

સૂત્રોએ ન્યૂઝ 18 ને જણાવ્યું હતું કે અફઘાન આ અગાઉ ઈ વિઝા કેટેગરી હેઠળ આવરી લેવાયુ નહોતું . તેથી અફઘાની નાગરિકોને અફઘાનિસ્તાનમાં આવેલા ભારતીય દૂતાવાસમાં ફિઝિકલ રીતે હાજર થવું  પડતું હતું. પરંતુ હવે, કાબુલની પરિસ્થિતિ જોતા ત્યાં ભારતીય દૂતાવાસ બંધ કરી દેવાયું છે. તથા ઈ-વિઝા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત અફઘાની નાગરિકો નાત , જાત ,કે ધર્મના ભેદભાવ વિના ઈ -વિઝા માધ્યમ દ્વારા અરજી કરી આશ્રય મેળવી શકશે.

નવી ઈ-વિઝા જોગવાઈ મુજબ,  અફઘાન નાગરિકો ધર્મ આધારિત અગ્રતા વગર અરજી કરી શકે છે. દિલ્હીમાં અરજીઓની ચકાસણી કરી નિર્ણય લેવામાં આવશે. શરૂઆતમાં છ મહિના માટે વિઝા આપવામાં આવશે, જે દરમિયાન  અરજદારના ઓળખપત્રો તપાસી આગળનો નિર્ણય લેવામાં આવશે. વિઝા માટે જરૂરી દસ્તાવેજો ટૂંક સમયમાં પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કાબુલ પર કબજો જમાવ્યો અને રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા પછી અફઘાની નાગરિકો પણ દેશમાંથી ઉચાળા ભરી રહ્યા છે. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે યુએસ લશ્કરી પરિવહન વિમાનની બાજુમાં ભીડ  જોવા મળે છે . કારણ કે તે ઉડાન ભરવા માટે તૈયારી કરે છે, કેટલાક તેની બાજુમાં સખત રીતે વળગી રહેવાનો પ્રયાસ કરે છે. લોકો વિમાનની છત પરથી નીચે પડતા પણ જોવા મળ્યા હતા.

અફઘાનની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે, ભારત અને અન્ય ઘણા દેશોએ તેના દૂતાવાસ ખાલી કર્યા છે. ભારતીય વાયુસેનાના સી -17 વિમાને સોમવારે મોડી સાંજે 120 થી વધુ ભારતીય અધિકારીઓ સાથે કાબુલથી ઉડાન ભરી હતી. સૂત્રોએ જણાવ્યું કે સ્ટાફને એરપોર્ટના સુરક્ષિત વિસ્તારોમાં સલામત  રીતે અંદર લાવવામાં આવ્યો હતો.

 

અમેરિકી સૈન્યના ટેકા વિના સરકારી દળો તૂટી પડતાં તાલિબાનોએ દેશ પર વીજળીક હુમલો કર્યો છે . અમેરિકાનું સૈન્ય રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા નક્કી કરાયેલી  31 ઓગસ્ટની સમયમર્યાદા સુધીમાં પરત ફરવા માટે તૈયારી કરી રહ્યું છે. બળવાખોરોએ કાબુલના રહેવાસીઓમાં ભય અને ગભરાટ ઉભો ક્રીક દીધો છે. જે દેશમાં 1996-2001ના શાસન દરમિયાન તાલિબાનોના કટ્ટર બ્રાન્ડ ઇસ્લામથી ફફડતો હોવાના અનુભવની યાદ કરાવતો  હતો .

ન્યુઝ 18 એ આવી જ એક અફઘાની મહિલા સાથે વાત કરી હતી જે નવેમ્બર 2020 થી દિલ્હીમાં તેની સારવાર માટે તેના પતિ અને બાળક સાથે રહે છે. જ્યારે તેણી બે મહિનાની ગર્ભવતી હતી ત્યારે તાલિબાનોએ તેની આંખો ફોડી નાખી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોમવારે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની સ્થિતિનું ઉચ્ચ સ્તરે સતત ધોરણે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કાબુલ એરપોર્ટ પર વ્યાપારી કામગીરીને સ્થગિત કરી દેવાયાથી ભારતના પરત ફરવાના પ્રયાસોમાં વિરામ લેવાની ફરજ પડી છે.તેવું ન્યુઝ -18 દ્વારા જાણવા મળે છે.

(11:23 am IST)