Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલા એન્કરો પર લગાવ્યો પ્રતિબંધઃ હવે તાલિબાની એન્કર ટીવી પર સમાચાર આપશે

કાઢી મૂકયા બાદ અફઘાન ન્યૂઝ એન્કર ખાદીજા અમીનાએ કહ્યું કે, હું શું કરીશઃ આગામી પેઢીને કોઈ કામ નહીં રહે

કાબુલ, તા.૧૮: અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને મહિલા ન્યૂઝ એન્કર પર પ્રતિબંધ મૂકયો છે. એક સરકારી ન્યૂઝ ચેનલની મહિલા ન્યૂઝ એન્કર પર તાલિબાનોએ ફાયરિંગ કર્યું છે. હવે તાલિબાન એન્કર ટીવી પર સમાચાર વાંચશે. ખાદીજા અમીના નામની મહિલા સરકારી ન્યૂઝ ચેનલમાં એન્કર હતી, તેને પણ હટાવી દેવામાં આવી છે. એક દિવસ પહેલા તાલિબાને કહ્યું હતું કે મહિલાઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે. હવે તાલિબાન કહી રહ્યું છે કે મહિલાઓને શરિયા કાયદા હેઠળ જ કામ કરવાની છૂટ છે.

કાઢી મૂકયા બાદ અફદ્યાન ન્યૂઝ એન્કર ખાદીજા અમીનાએ કહ્યું કે, શ્નઈંફ્રત્ન શું કરીશ, આગામી પેઢીને કોઈ કામ નહીં રહે. ૨૦ વર્ષમાં જે કંઈ પ્રાપ્ત થયું છે તે જતું રહેશે. તાલિબાન તાલિબાન છે, તેઓ બદલાયા નથી.

એક દિવસ પહેલા તાલિબાનના પ્રવકતા ઝબીહુલ્લાહ મુજાહિદે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે હવે અફદ્યાનિસ્તાન મુકત થયું છે. અગાઉની સરકારમાં મહિલાઓ પર ઘણા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. તે જ સમયે, તેના શાસન દરમિયાન મહિલાઓ સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. મુજાહિદના મતે મહિલાઓને ઇસ્લામિક કાયદાના ધોરણો હેઠળ અધિકારો આપવામાં આવશે. મહિલાઓને આરોગ્ય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની સ્વતંત્રતા મળશે.

(10:21 am IST)